19 November, 2024 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મનું પોસ્ટર
૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસના S-6 કોચને આગ લગાડીને ૫૯ નિર્દોષ વ્યક્તિઓના જીવ લેવામાં આવ્યા એ ઘટનાનું સત્ય બહાર લાવતી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’નો ઓપનિંગ વીકએન્ડનો બિઝનેસ ૬.૭૧ કરોડ રૂપિયા થયો છે. શુક્રવારે ૧.૪૧ કરોડ અને શનિવારે ૨.૧૮ કરોડ રૂપિયાનો નેટ બિઝનેસ કર્યા બાદ રવિવારે ૩.૧૨ કરોડ રૂપિયા રળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફિલ્મ વિશે રવિવારે કહ્યું હતું કે સારું છે કે સત્ય બહાર આવી રહ્યું છે અને ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહે પણ કહ્યું હતું કે પાવરફુલ ઇકોસિસ્ટમ ગમે એટલી કોશિશ કરે, એ સત્યને હંમેશ માટે અંધારામાં ન રાખી શકે.