10 January, 2023 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઑસ્કર્સ 2023માં ધ કશ્મીર ફાઈલ્સના (The Kashmir Files) શૉર્ટલિસ્ટ થવાના સમાચાર સાંભળીને લોકો સેલિબ્રેશન મોડમાં આવી ગયા છે. પણ અહીં જણાવવાનું કે ધ કશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ (Vivek Agnihotri) પોતાના ટ્વીટથી મૂવી લવર્સને મિસલીડ કર્યા છે.
આ હકિકત છે કે ઑસ્કર્સ 2023માં અત્યાર સુધી ધ કશ્મીર ફાઈલ્સ શૉર્ટલિસ્ટ નથી થઈ. ફિલ્મ રેસમાં છે. ઑસ્કર્સ 2023માં આગળ જવા માટે એલિજિબલ છે, આથી વધારે ફિલ્મના હાથે કંઈ લાગ્યું નથી. હા આશા છે કે પણ હજી આ ફિલ્મ લિસ્ટેડ થઈ નથી.
વિવેક અગ્નિહોત્રીએ શું લખ્યું?
સૌથી પહેલા જાણો કે વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વીટમાં શું લખ્યું? "બિગ અનાઉન્સમેન્ટ. ધ કશ્મીર ફાઈલ્સ એકેડમીના ફર્સ્ટ લિસ્ટમાં ઑસ્કર 2023 માટે શૉર્ટલિસ્ટ થઈ ગઈ છે. આ ભારતની પાંચ ફિલ્મોમાંની એક છે. હું બધાને વધામણી આપું છું." બીજા ટ્વીટમાં ડિરેક્ટરે લખ્યું છે, "પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, અનુપમ ખેર બધા બેસ્ટ એક્ટર કેટેગરીમાં શૉર્ટલિસ્ટ થયા છે. આ તો માત્ર શરૂઆત છે. માર્ગ મોકળો છે બધાને બ્લેસિંગ્સ મળે."
ખુલી ડિરેક્ટરની પોલ?
જો તમે એકેડમી અવૉર્ડ્સની ઑફિશિયલ વેબસાઈટ પર જશો તો દેખાશે કે વિવેક અગ્નિહોત્રીનો દાવો ખોટો છે. ફિલ્મ શૉર્ટલિસ્ટ નથી થઈ. ભારત તરફથી અત્યારે માત્ર એક જ ફિલ્મ ઑસ્કર માટે International Feature Film કેટેગરીમાં શૉર્ટલિસ્ટ થઈ છે. તે છે `ધ લાસ્ટ ફિલ્મ શૉ`, માત્ર આ જ એક ભારતીય ફિલ્મ છે જે શૉર્ટલિસ્ટ થઈ ચૂકી છે. આની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી. અન્ય કેટેગરીમાં શૉર્ટલિસ્ટ થયેલી ફિલ્મોની માહિતી આવવાની હજી બાકી છે. વિવેક જજ નહીં કંતારા ફેમ એક્ટર ઋષભ શેટ્ટીની ફિલ્મે પણ ઑસ્કર્સ માટે ક્વૉલિફાય નથી કર્યું.
આ પણ વાંચો : સ્વિસ ફિલ્મ ફેસ્ટિવલ માટે સિલેક્ટ થઈ ‘ધ કશ્મીર ફાઇલ્સ’
ધ કશ્મીર ફાઇલ્સ નથી થઈ શૉર્ટલિસ્ટ
9 જાન્યુઆરી 2023ના રોજ એકેડમી એવૉર્ડ્સ માટે એલિજીબલ 301 ફિલ્મના કૉન્ટેશન લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં કંતારા, ધ કશ્મીર ફાઈલ્સનું નામ સામેલ હતું. પ્રેસ રિલીઝમાં ક્યાંય પણ એ નથી લખાયેલું કે આ ફિલ્મો શૉર્ટલિસ્ટ છે. આ બધી ફિલ્મોને વૉટિંગ પ્રૉસેસ બાદ આગળ રેફર કરવામાં આવશે. સ્પષ્ટ મેનશન કર્યું છે કે આ એલિજિબિલિટી લિસ્ટ છે, એટલે કે ફિલ્મો ઑસ્કરના બધા માપદંડોમાં ફીટ થઈને આગળ જવાની યોગ્યતા ધરાવે છે. ઑસ્કરની રેસમાં આનું નામ છે. પણ કઈ ફિલ્મો આગળ જઈને શૉર્ટલિસ્ટ થશે, તેની કોઈ ગેરન્ટી નથી.
તો, ઋષભ શેટ્ટીએ એ પણ કહ્યું કે તેમની ફિલ્મે ઑસ્કર્સમાં બે કેટેગરીમાં ક્વૉલિફાય કર્યું છે, મિસલીડિંગ છે. વિવેક અગ્નિહોત્રી અને ઋષભ શેટ્ટીના આ ફેન્સને મિસવીડ કરવું સમજણથી પર છે, કારણકે તે બન્ને જ ઑસ્કર્સની રેસમાં હજી ઘણા પાછળ છે. હાલ આ સમય ઉત્સવ ઉજવવાનો નથી. જેટલું બઝ આમણે ઑસ્કરને લઈને ક્રિએટ કરવામાં આવી રહ્યું છે, તે ઉતાવળથી વધારે બીજું કંઈ જ નથી.
આ પણ વાંચો : હું મોટા ભાગે ફિલ્મ અવૉર્ડ્સમાં નથી જતો: વિવેક અગ્નિહોત્રી
જણાવવાનું કે 95th એકેડમી એવૉર્ડ્સ માટે નૉમિનેશનનું વૉટિંગ 12-17 જાન્યુઆરી સુધી હશે. નૉમિનેશન્સની જાહેરાત 24 જાન્યુઆરી 2023ના થશે. પછી આવશે તે દિવસ જેની બધા સિનેપ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે. ઑસ્કર એવૉર્ડ્સની જાહેરાત 12 માર્ચ 2023ના રોજ થશે.