15 May, 2023 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેત્રી અદા શર્મા
કેટલાક લોકો ફિલ્મ `ધ કેરલા સ્ટોરી` (The Kerala Story)નો જોરદાર વિરોધ કરી રહ્યા છે, તો કેટલાક લોકો ફિલ્મ જોયા બાદ તેના વખાણ કરતા થાકતા નથી. `ધ કેરલા સ્ટોરી` (The Kerala Story)ના વિવાદ પર અત્યાર સુધી ઘણા લોકો પોતાના વિચારો વ્યક્ત કરી ચૂક્યા છે. કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે અને ઘણી જગ્યાએ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પણ ફિલ્મ ધ કેરલા સ્ટોરીએ બોક્સ ઓફિસ પર ખળભળાટ મચાવી દીધો છે. એવામાં તાજેતરમાં `ધ કેરલા સ્ટોરી`ની અભિનેત્રી અદા શર્મા (Adah Sharma Accident)ને માર્ગ અકસ્માત નડ્યો હતો.
નોંધનીય છે કે અદા શર્મા (Adah Sharma)હાલમાં તેની ફિલ્મ `ધ કેરલા સ્ટોરી`ની સફળતાનો આનંદ માણી રહી છે. આ દરમિયાન અભિનેત્રી અને દિગ્દર્શક સુદીપ્તો સેન 14 મેના રોજ હિંદુ એકતા યાત્રામાં સામેલ થવા માટે કરીમનગર જવાના હતા, પરંતુ તેમનો માર્ગ અકસ્માત થયો. જે બાદ કેટલાક લોકો કહે છે કે આ અકસ્માત નથી, અભિનેત્રી અને નિર્દેશકને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ સત્ય શું છે તે કોઈને ખબર નથી પડી. હવે અદા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે.
અદા શર્માએ ટ્વીટ કર્યું જેમાં તેણે લખ્યું, `મિત્રો, હું ઠીક છું, અમારા અકસ્માતના સમાચારને કારણે ઘણા સંદેશા મળી રહ્યા છે. આખી ટીમ અને અમે બધા ઠીક છીએ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા પ્રેમ બદલ આપ સૌનો આભાર. આ પહેલા `ધ કેરલા સ્ટોરી`ના ડાયરેક્ટરે માર્ગ અકસ્માત અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો: ‘ધ કેરલ સ્ટોરી’ના પ્રોડ્યુસરને પબ્લિક વચ્ચે ફાંસી દેવાની એનસીપી નેતાની માગ
અદા શર્માની ફિલ્મ ધ કેરલા સ્ટોરીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ શનિવારે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. વર્ષ 2023ની આ ચોથી ફિલ્મ છે, જેણે 100 કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે.
આ ફિલ્મમાં અદા શર્માની સાથે યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેને કર્યું છે અને વિપુલ શાહ નિર્માતા છે.