16 October, 2019 07:31 PM IST | મુંબઈ ડેસ્ક
અક્ષય કુમાર
કૉમેડિયન કપિલ શર્માએ પોતાના શૉ 'ધ કપિલ શર્મા શૉ'ના નવા સીઝન દ્વારા જબરજસ્ત કમબૅકની તૈયારી કરી છે. આ નવા સીઝનને દર્શકોનું જબરજસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. આ વખતે શૉ અને તેના શૂટિંગને લઇને એક્ટર-કૉમેડિયન કપિલ શર્મા પણ ખૂબ જ રેગ્યૂલર છે. તે ફક્ત નિયમિત જ નથી પણ, પોતાની પત્ની ગિન્ની ચતરથને સમય આપવા માટે સમય પર શૂટિંગ પણ પૂરી કરી લે છે. પણ આ વખતે કંઇક જૂદું જ થવાનું છે. કપિલનો આ નિયમ તૂટવાનો છે. આની પાછળનું કારણ છે 'હાઉસફુલ-4'ના હીરો અક્ષય કુમાર.
મુંબઇ મિરરમાં છપાયેલી ખબર પ્રમાણે, અક્ષય કુમારને કારણે શૉના શૂટિંગ ટાઇમમાં ફેરફાર કરવામાં આવશે. હવે શૉનું શૂટિંગ બપોરને બદલે વહેલી સવારે કરવામાં આવશે. આ પહેલા કપિલ હંમેશાં બપોરે શૂટિંગ કરતો રહ્યો છે, પણ આ વખતે અક્ષય સાથે તે સવારે શૂટિંગ કરશે. મિરરે સૂત્રોના કહ્યાનુસાર જણાવ્યું છે કે અક્ષયે સવારે 6 વાગ્યે સેટ પર આવવાનો વાયદો કર્યો છે અને તે 6.30 વાગ્યા સુધી શૂટિંગ માટે તૈયાર થઈ જશે. શૉના બે એપિસોડ અક્ષય સાથે શૂટ કરવામાં આવશે. પહેલા એપિસોડમાં અક્ષય સાથે બૉબી દેઓલ, રિતેશ દેશમુખ અને ચંકી પાંડે જોવા મળશે, તો બીજા એપિસોડમાં કૃતિ સેનોન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડે પણ જૉઇન કરશે.
આ શૂટ જોતાં કપિલે ટીમને સવારે 4 વાગ્યે સેટ પર આવવાનું કહ્યું છે. જ્યારે તેની ટીમના મેમ્બર 5 વાગ્યા સુધી સેટ પર પહોંચી જશે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કીકૂ શારદા એકદમ જુદાં જ પાત્રમાં જોવા મળી શકે છે. તે આ એપિસોડમાં બાલાના રૂપમાં દેખાઈ શકે છે. જણાવીએ કે 'હાઉસફુલ-4'માં અક્ષયે બાલાનું પાત્ર ભજવ્યું છે. એવામાં શૉમાં કંઇક ધમાકેદાર થવાની આશા છે.
આ પણ વાંચો : ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....
જણાવીએ કે અક્ષયકુમાર હાલ પોતાની ફિલ્મ હાઉસફુલ-4ના પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મ દિવાળીના સમયે 26 ઑક્ટોબરના રિલીઝ થશે. આ કૉમેડી ફિલ્મ છે. આ પહેલા આ સિરીઝની ચાર ફિલ્મો આવી ચૂકી છે. ચારો ફિલ્મોમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે.