શાહરુખના માનમાં ફ્રાન્સે બનાવ્યો ગોલ્ડ કૉઇન

25 July, 2024 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું સન્માન મળ્યું હોય એવો તે બૉલીવુડનો પહેલો ઍક્ટર બન્યો

શાહરુખ ખાન, ગોલ્ડ કોઈન

શાહરુખ ખાન દેશ-વિદેશમાં ફેમસ છે અને તેના ફૅન્સ પણ વિશાળ સંખ્યામાં છે. તેનું વૅક્સનું સ્ટૅચ્યુ અમેરિકા, યુકે, જર્મની, ફ્રાન્સ, ઝેક રિપબ્લિક, થાઇલૅન્ડ, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા અને ભારતમાં આવેલું છે. હવે તેના સન્માનમાં ફ્રાન્સમાં આવેલા પૅરિસના ધ ગ્રેવિન મ્યુઝિયમે ગોલ્ડનો કૉઇન બહાર પાડ્યો છે. આવી રીતે તે બૉલીવુડની પહેલી એવી સેલિબ્રિટી બની છે જેને આવું માન મળ્યું હોય. શાહરુખને તેની કરીઅર દરમ્યાન દેશ-વિદેશમાં અનેક માન-સન્માન મળ્યાં છે.

Shah Rukh Khan france bollywood news bollywood gossips bollywood entertainment news