છ મહિના સુધી આમિર ખાનની પાછળ કેમ પડ્યો હતો કપિલ?

26 June, 2024 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કપિલ હાલમાં નેટફ્લિક્સ પર ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ લઈને આવી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

કપિલ શર્મા સતત છ મહિના સુધી આમિર ખાનની પાછળ પડ્યો હતો. કપિલ હાલમાં નેટફ્લિક્સ પર ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ લઈને આવી રહ્યો છે. આ શોનો ગ્રૅન્ડ ફિનાલે હવે આવી રહ્યો છે. એ માટે તેણે બિહાઇન્ડ-ધ-સીન વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે આમિર ખાન સાથેના એપિસોડ વિશે વાત કરી રહ્યો છે. આમિરના એપિસોડ વિશે કપિલ કહે છે, ‘અમે ટીવી પર જ્યારે આવતા હતા ત્યારે અમે એક મહિનામાં આઠ એપિસોડ શૂટ કરતા હતા. જોકે આ વખતે અમે આમિર ખાન સાથેનો એક એપિસોડ આઠ મહિના સુધી શૂટ કર્યો હતો. અમે એ એપિસોડ શૂટ કરવા માટે છ મહિના સુધી તેની પાછળ પડ્યા હતા. ત્યાર બાદ બે મહિના સુધી આમિર અમારી પાછળ પડ્યો હતો કે તેને એપિસોડ દેખાડવામાં આવે કે કેવી રીતે શૂટ થયો છે. જોકે એ એપિસોડને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.’

aamir khan kapil sharma The Great Indian Kapil Show netflix entertainment news bollywood bollywood news