સની દેઓલની કઈ વાતથી ઇમોશનલ થયો બૉબી દેઓલ?

01 May, 2024 05:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેટફ્લિક્સ પર આવતા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં બૉબી અને સની જોવા મળશે.

સુન્ની દેઓલ ,બોબી દેઓલ

કપિલ શર્માના શોમાં સની દેઓલની વાત સાંભળીને બૉબી દેઓલ ઇમોશનલ થઈ ગયો હતો. નેટફ્લિક્સ પર આવતા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં બૉબી અને સની જોવા મળશે. આ એપિસોડમાં સની દેઓલ કહે છે, ‘૧૯૬૦ના દાયકાથી અમે લાઇમલાઇટમાં છીએ. જોકે છેલ્લાં થોડાં વર્ષોથી અમે ખૂબ જ કોશિશ કરી રહ્યા હતા, પરંતુ કંઈ ઊપજી નહોતું રહ્યું. મારા દીકરાનાં લગ્ન થયાં, ‘ગદર 2’ રિલીઝ થઈ અને એ પહેલાં પપ્પાની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ રિલીઝ થઈ ત્યાર બાદ ‘ઍનિમલ’ આવી. અચાનક ભગવાન અમારી સાથે હોય એવું અમને લાગી રહ્યું છે.’
સનીની વાત સાંભળીને ઇમોશનલ થયેલો બૉબી દેઓલ કહે છે, રિયલ લાઇફમાં જો સુપરમૅન જેવો કોઈ સ્ટ્રૉન્ગ હોય તો તે ભૈયા છે.

kapil sharma The Great Indian Kapil Show bobby deol sunny deol entertainment news bollywood buzz bollywood news bollywood