ભારતના પહેલા ઇલેક્શન કમિશનર સુકુમાર સેન પર બનશે ફિલ્મ

04 June, 2024 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમની લાઇફ પર ફિલ્મ બનાવવાનો નિર્ણય સિદ્ધાર્થ રૉય કપૂરે લીધો છે.

ઇલેક્શન કમિશનર સુકુમાર સેન

ભારતનું પહેલું ઇલેક્શન ૧૯૫૧થી ૧૯૫૨ વચ્ચે થયું હતું. એની પાછળ જેમની મહેનત હતી એવા દેશના પહેલા ઇલેક્શન કમિશનર સુકુમાર સેનની લાઇફ વિશે સૌને જાણવા મળશે. તેમની લાઇફ પર ફિલ્મ બનાવવાનો નિર્ણય સિદ્ધાર્થ રૉય કપૂરે લીધો છે. એના માટે તેણે રાઇટ્સ પણ લઈ લીધા છે. ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીએ રિપબ્લિક બન્યા બાદ પહેલી વખત ઇલેક્શન યોજવું એ ખૂબ મોટી જવાબદારી હતી. ફિલ્મ વિશે સિદ્ધાર્થ કહે છે, ‘આપણા દેશના હીરો એવા સુકુમાર સેનની સ્ટોરીને સાકાર કરવી એ અમારા માટે સન્માનની બાબત છે જેમણે ભારતના લોકશાહીના ઇતિહાસને આકાર આપવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમણે રાજકીય પાર્ટીઓને અલગ ચૂંટણી ચિહ‍્ન આપવા, વોટ આપ્યા બાદ આંગળી પર ઇન્ક લગાવવા જેવી અનેક રચનાત્મક બાબતોનો વિચાર અમલમાં મૂક્યો હતો; જે આજ દિન સુધી જળવાઈ રહ્યો છે.’

bollywood buzz bollywood news siddhanth kapoor bollywood entertainment news