15 September, 2024 06:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરીના કપૂર સ્ટારર `ધ બકિંગહામ મર્ડર્સ`
કરીના કપૂર ખાન સ્ટારર ‘ધ બકિંગહામ મર્ડર્સ’ (The Buckingham Murders) દેશના થિયેટરોમાં રિલીઝ થઈ છે અને ફિલ્મને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી, જબરદસ્ત ક્લાઈમેક્સ અને કરીના કપૂર ખાનના દમદાર અભિનય સાથે, આ ફિલ્મને દર્શકો પાસેથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં કરિનાના અભિનેએ ઍક્ટર રાજકુમાર રાવનું પણ દિલ જીતી લીધું છે.
રાજકુમાર રાવ પણ કરીનાની (The Buckingham Murders) પ્રશંસા કરવાથી પોતાને રોકી શક્યો નથી. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મની પ્રશંસા કરતા રાજકુમાર રાવે લોકોને આ મિસ્ટ્રી થ્રિલર જોવાની વિનંતી કરી છે. તેણે તેના કેપ્શનમાં પણ લખ્યું: ‘થિયેટરોમાં ચાલતી આ રોમાંચક થ્રિલર જુઓ. આ સાથે તેણે ફિલ્મના ડિરેક્ટર હંસલ મહેતા, પ્રોડ્યુસર એકતા કપૂર અને અભિનેત્રી કરીના કપૂર ખાનને પણ ટેગ કર્યા હતા.
`ધ બકિંગહામ મર્ડર્સ`એ બીજા દિવસે કુલ રૂ. 4.03 કરોડની કમાણી કરતાં ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં 90 ટકાનો ઉછાળો આવ્યો છે. કરીના કપૂર ખાનની (The Buckingham Murders) ‘ધ બકિંગહામ મર્ડર્સ’ તેની સ્ટોરી અને અભિનેત્રીની એક્ટિંગને કારણે બૉક્સ ઓફિસ પર મબલખ કમાણી કરી રહી છે. રેકોર્ડ્સ મુજબ ફિલ્મે બીજા દિવસે કમાણીમાં 90 ટકાનો વધારો જોયો છે, જેનાથી ફિલ્મનું કુલ બૉક્સ ઑફિસ કલેક્શન રૂ. 4.03 કરોડ થઈ ગયું છે. `ધ બકિંગહામ મર્ડર્સ` શાનદાર કમાણી સાથે દર્શકોના દિલ જીતી રહી છે.
પહેલા દિવસે રૂ. 1.62 કરોડની કમાણી કર્યા પછી, તેણે બીજા દિવસે રૂ. 2.41 કરોડની મબલખ કમાણી કરી છે જેમાં 90 ટકાનો ઉછાળો નોંધાયો છે. એકંદરે, ફિલ્મનું નેટ બૉક્સ ઑફિસ કલેક્શન (The Buckingham Murders) હવે 4.03 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ફિલ્મને ઘણો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને આ મિસ્ટ્રી થ્રિલરમાં કરીનાના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેની પ્રશંસા કરવામાં આવી રહી છે.
`ધ બકિંગહામ મર્ડર્સ`, 13 સપ્ટેમ્બર, 2024 ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે, જેમાં કરીના કપૂર ખાન, એશ ટંડન, રણવીર બ્રાર અને કીથ એલન છે. હંસલ મહેતા (The Buckingham Murders) દ્વારા ડિરેક્ટ અને અસીમ અરોરા, કશ્યપ કપૂર અને રાઘવ રાજ કક્કર દ્વારા લખવામાં આવેલી અને TBM ફિલ્મ્સ પ્રોડક્શન હેઠળ બનેલી છે, જેને બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે સાથે તેમ શોભા કપૂર, એકતા આર કપૂર અને પહેલી વખત મેકર કરીના કપૂર દ્વારા પણ પ્રોડયસર તરીકે જોડાઈ છે. આ સાથે ઇન્કમ ટૅક્સ ભરવાના મામલે બીજી અભિનેત્રીઓથી કરીના કપૂર ખાન આગળ નીકળી ગઈ છે. ફિલ્મો, ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ ઉપરાંત બિઝનેસ વેન્ચર્સની આવકને કારણે તે ૨૦ કરોડ રૂપિયાના ટૅક્સ સાથે ૨૦૨૩-’૨૪ના વર્ષ માટે પહેલા નંબરે છે.