14 April, 2022 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય થલપતિ
તામિલ સુપરસ્ટાર વિજય થલપતિએ દીકરા સંજયની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રીની અફવાને ફગાવી દીધી છે. તે હમણાં ઍક્ટિંગમાં કરીઅર નથી બનાવવાનો. ‘પ્રેમામ’નો ડિરેક્ટર અલ્ફોન્સ પુથરેન તેની પાસે ફિલ્મની ઑફર લઈને ગયો હતો. જોકે સંજયે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. શરૂઆતમાં તો વિજયને એમ લાગ્યું કે આ ફિલ્મની ઑફર તેના માટે છે. વિજયનું કહેવું છે કે તેના દીકરાના મનમાં શું ચાલી રહ્યું છે એની તેને જાણ નથી. અલ્ફોન્સની ઑફર વિશે વિજય થલપતિએ કહ્યું કે ‘સંજયે ખૂબ સહજતાથી અલ્ફોન્સની ઑફરને એમ કહીને ના પાડી હતી કે તેને ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે હજી સમય જોઈએ છે. જોકે મને સ્ટોરી ગમી હતી.’