11 December, 2023 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કારણ કુન્દ્રા
કરણ કુન્દરાએ પ્રેમને લઈને જણાવ્યું કે પ્રેમમાં ભૂલ ન કાઢવી જોઈએ. તે ‘ટેમ્પ્ટેશન આઇલૅન્ડ’ને હોસ્ટ કરે છે. આ શોમાં કપલ્સની રિલેશનશિપને અલગ-અલગ રીતે પડકાર આપવામાં આવે છે. પ્રેમને લઈને સ્પર્ધકોને સલાહ આપતાં કરણ કુન્દરાએ કહ્યું કે ‘પ્યાર મેં ગલતિયાં નહીં નિકાલી જાતી. એને માટે સમજદારી અને પાર્ટનરના મુક્ત દૃષ્ટિકોણની જરૂર હોય છે. જોકે વિચાર અલગ પણ હોય છે. આપણા પર આધાર રાખે છે કે આપણે કોના વિચારને મહત્ત્વ આપીએ છીએ. એક વાત ધ્યાનમાં રાખવી કે સમજદારી રાખવી અને સત્યને સ્વીકારવું એ મોટી બાબત છે. સ્ટ્રૉન્ગ કૅરૅક્ટરની વ્યાખ્યા એટલે સ્પષ્ટતા.’