16 May, 2021 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગુલાટી
ગૌતમ ગુલાટીનું કહેવું છે કે ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’માં તેના લુકમાં સલમાન ખાને ખૂબ જ ઇન્ટરેસ્ટ લીધો છે. આ ફિલ્મમાં તે રુથલેસ વિલનના રોલમાં જોવા મળ્યો છે. આ પાત્ર માટે તેણે ઘણી મહેનત કરી હતી. ‘પે-પર-વ્યુ’ આધારિત રિલીઝ થયેલી આ ફિલ્મના તેના પાત્ર વિશે ગૌતમ ગુલાટીએ કહ્યું કે ‘મેં આ પાત્ર માટે ઑનલાઇન ઘણા શો જોયા હતા, જેથી હું મારા પાત્રનું શેડ્સ બરાબર સમજી શકું તેમ જ લુક અને એક્સપ્રેશન પર પણ બરાબર કામ કરી શકું. આ સાથે જ મેં એમાં ગિરગિટનો શેડ્સ પણ ઍડ કર્યો હતો અને સલમાન ખાને પણ કહ્યું કે મારું પાત્ર આ રીતે રજૂ થવું જોઈએ. મારું ટૅટૂ અને હેરકટ પણ સલમાન ખાને સજેસ્ટ કર્યા બાદ એને ફાઇનલ કર્યાં હતાં. મને ખુશી છે કે અમે એને ફૉલો કર્યું હતું. ઍક્શન દૃશ્ય માટે પણ મારે સવારથી સાંજ સુધી ઘણી ટ્રેઇનિંગ લેવી પડી હતી.’