આ અભિનેત્રીનો પ્રાઈવેટ વીડિયો થયો લીક, લોકોએ કમેન્ટ સેક્શનમાં માગી લિન્ક તો મળ્યો આવો જવાબ

14 October, 2024 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Tamil actress private video leaked: 2015 માં, તેણે `યે ઇશ્ક સરફીરા` દ્વારા બૉલિવુડમાં એન્ટ્રી કરી, જોકે હિન્દી સિનેમામાં તેની સફળતા દક્ષિણ ભારતીય ફિલ્મોમાં તેની લોકપ્રિયતા સાથે મેળ ખાતી ન હતી.

ઓવિયા

અભિનેત્રી ઓવિયા જે મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કરે છે તે પોતાના એક કથિત લીક થયેલા પ્રાઈવેટ વીડિયો માટે જોરદાર ચર્ચામાં છે. લીક થયેલા વીડિયોના અહેવાલ વચ્ચે, ઓવિયાએ (Tamil actress private video leaked) ઈન્સ્ટાગ્રામ પર કોઈ પણ કેપ્શન વિના પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તે હળવી સ્માઇલ કરતી દેખાઈ રહી છે. જોકે, આ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં લોકો કરેલી એવી કેટલીક કમેન્ટ્સ છે જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

ઓવિયાએ કરેલી નવી પોસ્ટના કમેન્ટ સેક્શનમાં (Tamil actress private video leaked) લોકો તેના લીક થયેલા પ્રાઈવેટ વીડિયોની વાત કરી રહ્યા છે. કેટલીક ટિપ્પણીઓ ખરાબ કારણથી કરવામાં આવી રહી છે. જોકે, ઓવિયા પર આ ટિપ્પણીઓની નકારાત્મક અસર થઈ ન હતી અને તેના બદલે અભિનેત્રીએ તેને પોતાની રીતે જવાબ આપવાનું પસંદ કર્યું હતું. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં ઓવિયાના લીક વીડિયો બાબતે પૂછીને તેના ફૂલ ક્લિપનું વર્ઝન માગ્યું હતું. જેના જવાબમાં ઓવિયાએ લખ્યું, "નેક્સ્ટ ટાઈમ ભાઈ". તેણીએ એક યુઝર પાસેથી લિંક પણ માગી જેણે ટિપ્પણી કરી હતી કે, "જેઓ જાણે છે".

તમિલ સિનેમા સિવાય ઓવિયા મલયાલમ, કન્નડ, તેલુગુ ફિલ્મોમાં (Tamil actress private video leaked) પણ કામ કર્યું છે. ઓવિયાનું સાચું નામ હેલેન નેલ્સન છે અને તેણે 2007 માં પૃથ્વીરાજ સુકુમારનને મુખ્ય ભૂમિકામાં અભિનીત મલયાલમ ફિલ્મ ‘કાંગારુ’થી તેના ઍક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે માત્ર 10 વર્ષ પછી ‘બિગ બૉસ તમિલ’ની સીઝન 1 માં તેની ભાગીદારી સાથે ચર્ચામાં આવી હતી. તે બાદ 2017 રિયાલિટી ટીવી શોનું પ્રીમિયર સ્ટાર વિજય પર થયું, જેમાં કમલ હાસન હોસ્ટ તરીકે હતા. ઓવિયા તેના આકર્ષક અને મજબૂત વ્યક્તિત્વથી ચાહકોની પ્રિય બની ગઈ. ઓવિયા ઘણી વખત એલિમિનેશન માટે નોમિનેટ થઈ હોવા છતાં પણ તે સૌથી વધુ વોટ સાથે સ્પર્ધક બની જતી. જોકે, તેના માનસિક સ્વાસ્થ્યને કારણે તે શોમાંથી અસ્થાયી રૂપે બહાર નીકળી ત્યારે શોમાં તેનો સમય ઓછો થયો. તે ખાસ કરીને તીવ્ર એપિસોડ પછી શોમાંથી બહાર નીકળી ગઈ હતી.

2009માં ઓવિયાએ તમિલ ફિલ્મ `નલાઈ નમધે`માં (Tamil actress private video leaked) કામ કર્યું હતું. ત્યારથી તે `ગણેશ મીંદુમ સંથીપોમ, મુથુક્કુ મુથાગા, યામિરુક્કા બાયમે, સિલ્લુનુ ઓરુ સંધિપ્પુ અને હેલો નાન પેઈ પેસુરેન` જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તે છેલ્લે મોટા પડદા પર યોગી બાબુની સામે તામીલ ફિલ્મ બૂમર અંકલ`માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. 2015 માં, તેણે `યે ઇશ્ક સરફીરા` દ્વારા બૉલિવુડમાં એન્ટ્રી કરી, જોકે હિન્દી સિનેમામાં તેની સફળતા દક્ષિણ ભારતીય ફિલ્મોમાં તેની લોકપ્રિયતા સાથે મેળ ખાતી ન હતી.

viral videos social media bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news