25 August, 2023 05:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાનું કહેવું છે કે ગ્લૅમરસ પાત્ર ભજવવાં પણ મહેનતનું કામ છે. તમન્ના હાલમાં ‘આખરી સચ’માં આન્યાનું પાત્ર ભજવતી જોવા મળી રહી છે. આ વિશે વાત કરતાં તમન્નાએ કહ્યું કે ‘મને એ જાણીને ખૂબ જ નવાઈ લાગે છે કે ગુડલુકિંગ ઍક્ટર હોય એને લઈને હંમેશાં એવી ધારણા બાંધવામાં આવે છે કે તે સિરિયસ પાત્ર નથી કરી શકતી. રિયલિસ્ટિક પાત્ર ભજવવા માટે જેટલી મહેનત લાગે છે એટલી જ મહેનત ગ્લૅમરસ પાત્રમાં પણ હોય છે. મારું માનવું છે કે રિયલિસ્ટિક પાત્ર ભજવવાં સહેલાં છે, કારણ કે તમે રિયલિટીથી વધુ નજીક હો છો. તમે એક લાર્જર ધૅન લાઇફ પર્સોના ભજવી રહ્યા હો ત્યારે એ સૌથી મુશ્કેલ છે. એ તમારા ઇમૅજિનેશનનો જ એક ભાગ હોય છે. ઍક્ટર માટે આવું પાત્ર ભજવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. સાચું કહું તો આ પાત્ર ભજવતી વખતે હું એકદમ અલગ જ મહસૂસ કરી રહી હતી. હું પોલીસના પાત્રમાં એકદમ વલ્નરેબલ હતી અને એને કારણે હું પાત્ર વધુ સારી રીતે ભજવી શકી છું.’