01 October, 2022 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાથેથી દાળ-ભાત ખાય છે તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયા હાથેથી દાળ-ભાત ખાય છે એવી ક્લિપ રિતેશ દેશમુખે શૅર કરી છે. આ ક્લિપ શૅર કરવાનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે જો તમે ભારતીય છો અને તમારા વર્તનથી તમે જણાવવા માગો છો કે તમે ભારતીય છો. એની એક નાનકડી ફની ક્લિપમાં દેખાય છે કે તમન્ના અને રિતેશ બાજુમાં બેઠાં છે. અચાનક કૅમેરા તમન્ના તરફ ફરે છે
અને દેખાય છે કે તે હાથથી દાળ-ભાત ખાઈ રહી છે. સાથે જ તમન્ના પણ ચોંકી જાય છે. તેના ચહેરાનાં રીઍક્શન જોવાલાયક હોય છે.