કોઈ ​હિરોઇન ભાગ્યે જ ઍક્શન ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે મેં એવી ફિલ્મો કરી હતી : તાપસી

15 February, 2024 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બધા લોકો ઍક્શન ફિલ્મો બનાવવા લાગશે તો માત્ર આવી જ ફિલ્મો રિલીઝ થશે. એ વિશે તાપસીએ કહ્યું હતું કે ‘મને સમજમાં નથી આવતું કે શું કામ દરેકને ઍક્શન ફિલ્મો બનાવવી છે?

તાપસી પન્નુ

તાપસી પન્નુનું કહેવું છે કે તેણે એવા સમયે ઍક્શન ફિલ્મોમાં કામ કર્યું હતું જ્યારે કોઈ હિરોઇન ભાગ્યે જ એવી ફિલ્મોમાં કામ કરતી હતી. હાલમાં ઍક્શન ફિલ્મો લોકોને પણ ખૂબ પસંદ પડે છે. એનું તાજું ઉદાહરણ છે ‘પઠાન’ અને ‘જવાન’. તેને પૂછવામાં આવ્યું કે તે ઍક્શન ફિલ્મોમાં કેમ કામ નથી કરતી? એનો જવાબ આપતાં તાપસીએ કહ્યું હતું કે ‘હું ભેડચાલની વિરોધમાં છું. જો તમને યાદ હોય તો મેં ઍક્શન ફિલ્મમાં ત્યારે કામ કર્યું હતું જ્યારે ફીમેલ હીરો ભાગ્યે જ આવી​ ફિલ્મોમાં કામ કરતી હતી. મારી કરીઅરની શરૂઆતમાં મેં ‘બેબી’ અને ‘નામ શબાના’માં કામ કર્યું હતું. ભૂતકાળમાં ફીમેલ હીરોએ ઍક્શન ફિલ્મો કરી હોય એવાં ખૂબ ઓછાં ઉદાહરણો છે. એથી એમ કહી શકાય કે મેં પૂરતું કામ કરી લીધું છે.’

બધા લોકો ઍક્શન ફિલ્મો બનાવવા લાગશે તો માત્ર આવી જ ફિલ્મો રિલીઝ થશે. એ વિશે તાપસીએ કહ્યું હતું કે ‘મને સમજમાં નથી આવતું કે શું કામ દરેકને ઍક્શન ફિલ્મો બનાવવી છે? જો આવું જ ચાલતું રહ્યું તો થોડા ​મહિના બાદ દર શુક્રવારે ઍક્શન ફિલ્મો જ રિલીઝ થશે. એટલે એવું લાગશે કે રેસ્ટોરાંમાં રોજેરોજ એક જ ભોજન પીરસવામાં આવે છે. થોડા સમય બાદ કસ્ટમરો પણ કંટાળી જશે. હું ભેડચાલમાં નથી માનતી. મેં એવું કર્યું પણ નથી. બાળપણમાં વડીલો કહેતા હતા કે સારે કૂએ મેં કૂદ જાએંગે તો તુમ ભી કૂદ જાઓગે ક્યા? કરીઅરમાં જ નહીં, પરંતુ લાઇફમાં પણ મેં કોઈ ટ્રેન્ડને ફૉલો નથી કર્યો. મેં ઍક્શન જોનરમાં ત્યારે કામ કર્યું જ્યારે અન્ય ​હિરોઇનો નહોતી કરી રહી. એથી હવે મારે અન્ય પ્રકારની ફિલ્મોમાં કામ કરવું છે. જોકે ઍક્શન કરવાની હું ના નથી પાડતી. ખરું કહું તો મને ઍક્શન ફિલ્મોની ઘણી ઑફર આવે છે. જોકે મારું એવું માનવું છે કે એ ‘બેબી’ અને ‘નામ શબાના’ કરતાં સારી હોય. હું મારી મરજી પ્રમાણે જ કામ કરીશ. હું મારી જાત સાથે જ સ્પર્ધામાં ઊતરી છું અને કોઈની સાથે કૉમ્પિ​ટિશન નથી કરી રહી. એથી મને પસંદ પડે એવી ઍક્શનની સ્ક્રિપ્ટ મળશે તો જ હું કામ કરીશ.’

વૅમ્પાયર ઝોનમાં આવી તાપસી


તાપસી પન્નુએ પોતાનો એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે એરિયલ એક્સરસાઇઝ કરી રહી છે. જોકે તે પોતે વૅમ્પાયરના ઝોનમાં પહોંચી ગઈ હોવાનું કહી રહી છે. એના કેટલાક ફોટો અને નાનકડી વિડિયો-​ક્લિપ તેણે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી છે. એમાં દેખાય છે કે તે રસ્સી સાથે લટકી રહી છે. એ ખરેખર જોઈને જોખમી લાગે છે.

taapsee pannu entertainment news bollywood news bollywood buzz bollywood