09 July, 2024 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાપસી પન્નુ
તાપસી પન્નુએ ૨૦૨૩માં આવેલી ફિલ્મ ‘ધક ધક’ને કો-પ્રોડ્યુસ કરી હતી. એ ફિલ્મમાં રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા, ફાતિમા સના શેખ અને સંજના સંઘી લીડ રોલમાં હતાં. તાપસીનું કહેવું છે કે ફિલ્મનું માર્કેટિંગ કે પ્રમોશન પણ નહોતું કરવામાં આવ્યું. ફિલ્મના અન્ય પ્રોડ્યુસરોને ફિલ્મમાં ઇન્વેસ્ટ કરેલા પૈસા મળી જતાં ગાયબ થઈ ગયા હતા. એથી આવેશમાં આવીને તાપસીએ સોશ્યલ મીડિયામાંથી ફિલ્મને લગતી બધી પોસ્ટ્સ ડિલીટ કરી નાખી હતી. એ વિશે તાપસી કહે છે, ‘એ ખરેખર હાર્ટબ્રેકિંગ હતું. હું પર્યાયી કરીઅર માટે પ્રોડ્યુસર નહોતી બની. હું ઍક્ટર તરીકે સારું કામ કરી રહી હતી. એ મોટા બજેટની ફિલ્મ નહોતી. ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય એ પહેલાં સ્ટુડિયોઝને તેમના પૈસા મળી ગયા હતા. એટલે તેઓ કહેતા કે શું કામ ચિંતા કરવાની? ફિલ્મને તો પૈસા મળી ગયા છે અને હવે એને દર્શકો પણ મળી જશે.’