01 March, 2024 05:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાપસી પન્નુ
તાપસી પન્નુના લગ્નની ચર્ચા ચાલી રહી હતી. એ દરમ્યાન તાપસીએ જણાવ્યું છે કે તેણે એ વિશે કોઈ ચોખવટ નથી કરી. તાપસી તેના બૅડ્મિન્ટન પ્લેયર બૉયફ્રેન્ડ મથાયસ બો સાથે માર્ચમાં લગ્ન કરવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. આ બન્ને દસ વર્ષથી રિલેશનમાં છે. એવુ જાણવા મળ્યુ હતું કે આ બન્ને ઉદયપુરમાં લગ્ન કરવાના છે. તેઓ સીખ અને ક્રિશ્ચન રિવાજથી લગ્ન કરશે. લગ્ન વિશે પૂછવામાં આવતા તાપસીએ કહ્યું કે ‘મારી પર્સનલ લાઇફ વિશે મેં કદીપણ સ્પષ્ટતા નથી આપી અને ભવિષ્યમાં પણ નહીં આપુ.’