ઍૅક્ટર, પ્રોડ્યુસર બાદ વેડિંગ-પ્લાનર બની તાપસી

17 May, 2024 06:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા સમય પહેલાં જ તેણે બૅડ્‍મિન્ટન કોચ મથાયસ બો સાથે ગુપચૂપ લગ્ન કરી લીધાં છે.

તાપસી પન્નુ

તાપસી પન્નુ તેની ઍક્ટિંગ માટે ફેમસ છે. પોતાની કરીઅરની શરૂઆત સાઉથની ફિલ્મથી કરનાર તાપસીએ બૉલીવુડમાં પણ પોતાના અભિનયનો સિક્કો જમાવ્યો છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધક ધક’ને તેણે કો-પ્રોડ્યુસ કરી હતી. હવે તે  વેડિંગ-પ્લાનર બની છે. તાપસી તેની બહેન શગુન પન્નુ સાથે મળીને ‘વેડિંગ-પ્લાનિંગ ફૅક્ટરી’ ચલાવે છે. થોડા સમય પહેલાં જ તેણે બૅડ્‍મિન્ટન કોચ મથાયસ બો સાથે ગુપચૂપ લગ્ન કરી લીધાં છે. એના ફોટો તેણે હજી સુધી સોશ્યલ મીડિયામાં શૅર નથી કર્યા. તેના ફૅન્સ તેના વેડિંગના ફોટો જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોતે ભલે પ્રાઇવેટલી લગ્ન કર્યાં હોય, પરંતુ અન્ય લોકોનાં લગ્નને તે ધામધૂમથી ગોઠવશે. 

entertainment news bollywood buzz bollywood news bollywood taapsee pannu