તાપસી પન્નૂનો વેડિંગ વીડિયો વાયરલ, જુઓ એક્ટ્રેસે કયા લુકમાં કર્યાં લગ્ન?

03 April, 2024 07:19 PM IST  |  Udaipur | Gujarati Mid-day Online Correspondent

તાપસી પન્નુના લગ્નનો એક વીડિયો રેડિટ પરથી વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તેનો બ્રાઈડલ અંદાજ જોવા મળે છે અને તે માથિયાસ તરફ આગળ વધતી જોવા મળી.

તાપસી પન્નૂનાં લગ્નના વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીન ગ્રૅબ (તસવીર સૌજન્ય મિડ-ડે)

તાપસી પન્નૂના લગ્નનો એક વીડિયો રેડિટ પરથી વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તેનો બ્રાઈડલ અંદાજ જોવા મળે છે અને તે માથિયાસ તરફ આગળ વધતી જોવા મળી. (Taapsee Pannu and Mathias Boe Wedding Video Viral)

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ ડેનિશ શટલર અને લાંબા સમયથી બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે ઉદયપુરમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હોવાના અહેવાલ છે. તેના લગ્નનો એક વીડિયો રેડિટ પર જોવા મળ્યો છે, જેમાં તે પંજાબી દુલ્હનના આઉટફિટમાં અને મથિયાસ તરફ ડાન્સ કરતી જોવા મળી રહી છે. તાપસીએ લહેંગાને બદલે લાલ સલવાર સૂટ પહેર્યો હતો, જ્યારે મથિયાસ શેરવાની અને પાઘડીમાં સુંદર લાગી રહ્યો હતો.

Taapsee Pannu and Mathias Boe Wedding Video Viral: તાપસી પન્નૂ પોતાના આ લુકમાં ખૂબ જ સુંદર લાગતી હતી તેણે પોતાના આ લુકને સુંદરમજાના કલીરા અને ગોગલ્સ સહિત લાંબા ચોટલા સાથે કમ્પ્લીટ કર્યો હતો. રિપૉર્ટ્સ પ્રમાણે તાપસી અને મેથિયાસના લગ્ન 23 માર્ચના ઉદયપુરમાં થઈ. આ સમારોહમાં અનુરાગ કશ્યપ, પાવેલ ગુલાટી અને કનિકા ઢિલ્લોં પણ હતાં. જો કે, આ કપલે હજી સુધી કોઈપણ ઑફિશિયલ તસવીર શૅર કરી નથી કે ન તો તેમણે પોતાના લગ્ન વિશે કોઈપણ નિવેદન આપ્યું છે.

Taapse Pannu Wedding Video
byu/PinPitiful inBollyBlindsNGossip