11 September, 2022 07:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
સ્વરા ભાસ્કર આવી જ એક અભિનેત્રી છે જે પોતાના દિલની વાત ખૂબ જ મુક્ત મને કરે છે. તેઓ લોકોની પરવા કર્યા વિના તેમની વાત રાખે છે. અભિનેત્રીની ફિલ્મો કરતાં તેના નિવેદનો વધુ ચર્ચામાં રહે છે. ફરી એકવાર સ્વરાએ આવું નિવેદન આપ્યું છે, જેના કારણે તે ચર્ચામાં આવી છે. આ વખતે તેણે શાહરૂખ ખાન પર મોટો આરોપ લગાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં સ્વરાએ શાહરૂખ ખાન પર આરોપ લગાવ્યો હતો કે એક્ટરે તેની લવ લાઈફ બરબાદ કરી દીધી છે.
મિડ-ડે સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન સ્વરા ભાસ્કરે કહ્યું કે, `મારી લવ લાઈફને બરબાદ કરવા માટે હું આદિત્ય ચોપરા સર અને શાહરૂખ ખાનને જવાબદાર માનું છું. મેં નાની ઉંમરમાં શાહરૂખની ફિલ્મ `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે` જોઈ હતી અને ત્યારથી હું એ `રાજ`ને શોધી રહી છું જે બિલકુલ શાહરૂખ જેવો જ દેખાતો હોય પણ હોય રાજ. મને એ સમજવામાં ઘણા વર્ષો લાગ્યા કે વાસ્તવિક જીવનમાં કોઈ રાજ નથી.” તેણે એમ પણ કહ્યું કે સિંગલ લાઈફ મુશ્કેલ છે અને જીવનસાથી શોધવો મુશ્કેલ છે.
સ્વરા ભાસ્ક જલદી જ ફિલ્મ `જહાં ચાર યાર`માં જોવા મળશે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. બીજી તરફ `જહાં ચાર યાર`ની વાત કરીએ તો સ્વરા સિવાય અભિનેત્રી પૂજા ચોપરા, શિખા તલસાનિયા અને મેહર વિજ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ચાર મહિલા મિત્રોની વાર્તા બતાવવામાં આવશે. વુમન સેન્ટ્રિક આ ફિલ્મ 16 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.
આ સિવાય સ્વરા ભાસ્કર ફિલ્મ `મિસિસ ફલાની`માં મુખ્ય પાત્ર ભજવશે. સ્વરા છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ `વીરે દી વેડિંગ`માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સ્વરા સાથે અભિનેત્રી કરીના કપૂર, સોનમ કપૂર લીડ રોલમાં હતી.