08 February, 2023 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કર તેની આગામી ફિલ્મમાં નવ પાત્ર ભજવવાની છે. તે હાલમાં ‘મિસિસ ફલાણી’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે વિન્ટેજ ફૅશનમાં જોવા મળશે અને નવ પાત્ર ભજવી રહી છે. તે નવ અલગ-અલગ રાજ્યની મહિલાઓનાં પાત્ર ભજવી રહી છે જેની ઉંમર ૩૦થી ૪૨ વર્ષની વચ્ચે છે. આ વિશે વાત કરતાં સ્વરાએ કહ્યું કે ‘મારા માટે ‘મિસિસ ફલાણી’ મારી લાઇફની સૌથી ચૅલેન્જિંગ ફિલ્મ રહેશે. એક જ ફિલ્મમાં ઘણાં પાત્ર ભજવવાં એ દરેક ઍક્ટરનું સપનું હોય છે. આ પાત્રને લઈને હું ખૂબ જ ઉત્સાહી છું.’