20 June, 2019 06:08 PM IST | મુંબઈ
ભાઈ રાજીવના લગ્નમાં સુષ્મિતાના બૉયફ્રેન્ડે કર્યો જબરદસ્ત ડાન્સ
સોશિયલ મીડિયા પર આ દિવસે સુષ્મિતા સેન(Sushmita Sen)ના ભાઈ રાજીવ સેન અને ચારૂ અસોપાના લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સુષ્મિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ભાઈના લગ્નના કેટલાક વીડિયો અને ફોટો શૅર કર્યા છે જેથી સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે એમણે આ લગ્નમાં કેટલો એન્જોય કર્યો છે.
રાજીવ અને ચારૂના લગ્નને ઘણી પ્રાઈવેટ રીતે કરવામાં આવ્યા હતા. બન્નેના ઘરવાળા અને કેટલાક નજીકના લોકો જ આ લગ્નમાં હાજર થયા હતા. પરંતુ લગ્ન ઘણી ધૂમધામથી થયા કે સુષ્મિતા દ્વારા શૅર કરવામાં આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો.
સુષ્મિતાએ બૉયફ્રેન્ડ સંગ કર્યો ડાન્સ
રાજીવ સૈનના લગ્નમાં થયેલા કપલ ડાન્સનો એક વીડિયો ફૅન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં સુષ્મિતા પોતાના બૉયફ્રેન્ડ રોહમન શૉલની સાથે ડાન્સ કરી રહી છે. જોકે રોહમન ડાન્સ કરવામાં થોડા ડગમગી રહ્યા છે પરંતુ બૉયફ્રેન્ડની સાથે સુષ્મિતા ઘણી મસ્ત થઈને ડાન્સ કરી રહી છે. વીડિયોમાં બન્નેની કેમિસ્ટ્રી સ્પષ્ટ નજર આવી રહી છે. સુષ્મિતાએ 'બાર બાર દેખો'ના સૉન્ગ 'નચદે ને સારે' પર ડાન્સ કર્યો છે.
લગ્ન બાદ થાકીને સૂઈ ગયો પૂરો પરિવાર
લગ્નના વાયરલ વીડિયોઝમાંથી એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં સેન પરિવારના સદસ્ય સૂતા નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં પૂરો પરિવારના લોકો સૂવાનું નાટક કરી રહ્યા છે.
આ પણ વાંચો : સૈફ અને તૈમૂરને વિદેશમાં છોડી અચાનક ભારત પાછી ફરી કરીના જાણો શું છે મામલો
સુષ્મિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો પણ શૅર કર્યો છે. વીડિયોની સાથે સુષ્મિતાએ લખ્યું, 'લગ્ન બાદ બધા લોકો થાકી જાય છે અને એટલે અમે આ વીડિયો શૂટ કરાવ્યો છે'.