સુષ્મિતા સેનને આર્યા 3ના સેટ પર આવ્યો મેસિવ હાર્ટ અટેક, જયપુરમાં ચાલતું હતું શૂટ

11 April, 2023 07:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુષ્મિતા સેન હાર્ટ અટેક સર્વાઈવર છે. તેમને મેસિવ હાર્ટ અટેક આવ્યો હતો તેમ છતાં કોઈને ખબર પડી નહોતી. આ વાતનો ખુલાસો તેમના કૉ-સ્ટાર વિકાસે કર્યો હતો. જણાવ્યું કે તે પછીથી ખબર પડી.

સુષ્મિતા સેન (ફાઈલ તસવીર)

સુષ્મિતા સેન (Sushmita Sen) હાર્ટ અટેક સર્વાઈવર છે. તેમને મેસિવ હાર્ટ અટેક આવ્યો હતો તેમ છતાં કોઈને ખબર પડી નહોતી. આ વાતનો ખુલાસો તેમના કૉ-સ્ટાર વિકાસે કર્યો હતો. જણાવ્યું કે તે પછીથી ખબર પડી.

સુષ્મિતા સેન હાર્ટ અટેક બાદ શૂટિંગ પર કમબૅક કરી ચૂકી છે. તે પોતાના ફૉલોઅર્સને હેલ્થ સાથે જોડાયેલી અનેક અપડેટ્સ આપી ચૂકી છે. જો કે, અત્યાર સુધી તેણે એ નહોતું જણાવ્યું કે તેને હાર્ટ અટેક ક્યારે અને ક્યાં આવ્યો હતો. હવે આર્યામાં તેના કો-સ્ચાર એસીપી ખાનનો રોલ ભજવનાર એક્ટર વિકાસ કુમારે જણાવ્યું કે સુષ્મિતા સેનને આર્યાના શૂટ દરમિયાન જયપુરમાં લેન્ડ કર્યા બાદ હાર્ટ અટેક આવ્યો હતો. જો કે, સુષ્મિતાને ત્યારે પણ ખબર પડી નહોતી અને પછીથી તેને ખબર પડી.

સુષ્મિતાને પણ નહોતી પડી હાર્ટ અટેકની ખબર
સુષ્મિતા સેન છેલ્લા કેટલાક દિવસથી પોતાની ખરાબ હેલ્થને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. 2 માર્ચના રોજ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હાર્ટ અટેકના સમાચાર આપ્યા તો જાણે દરેકના ધબકારાં વધી ગયા. તેણે પોતાની એન્જિયોપ્લાસ્ટી અને સ્ટન્ટ મૂકાવવાના સમાચાર આપ્યા હતા. પછીથી તેણે જણાવ્યું કે તેને મેસિવ હાર્ટ અટેક આવ્યો હતો. સુષ્મિતાએ પોતાના ડૉક્ટર્સનો આભાર માન્યો હતો. સાથે જ જણાવ્યું કે પોતાની લાઈફસ્ટાઈલને કારણે તે બચી શકી છે. હવે તેના આર્યાના કો-સ્ટારે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સુષ્મિતાને ઘણો સમય પહેલા હાર્ટ અટેક આવ્યો હતો પણ ખબર પડી નહોતી. 

આ પણ વાંચો : `Welcome Purnima`નું મોશન પોસ્ટર થયું રિલીઝ, હિતેન કુમારની આ ફિલ્મ કરશે અચંબિત

નહીં કરી શકી શૂટિંગ
વિકાસે જણાવ્યું કે, આર્યા સીઝન 3નો મોટો ભાગ પૂરો થઈ ચૂક્યો છે. શૉ રાજસ્થાન બેઝ્ડ છે. કેટલાક આઉટસાઈડ સીન્સ છે જે અમે જયપુરમાં શૂટ કર્યા હતા. અમે ત્યાં પહોંચ્યા પણ દુર્ભાગ્યે સુષ્મિતાને હાર્ટ અટેક આવ્યો. અમને પહેલા આનો ખ્યાલ આવ્યો નહીં. આખરે થોડાંક દિવસ બાદ જ્યારે તેણે બધાને જણાવ્યું ત્યારે અમને ખબર પડી. વિકાસે જણાવ્યું કે શરૂઆતમાં તેને પણ ખબર નહોતી કે થયું શું છે. ટેસ્ટ્સ વગેરે થયા હતા. તેને પછીથી ખબર પડી. અમે માત્ર એક જ દિવસ શૂટ કર્યું પછી અમને ખબર પડી કે અમે આગળ નહીં વધી શકીએ.

entertainment news sushmita sen bollywood news bollywood bollywood gossips heart attack