04 August, 2019 11:49 AM IST | હરિયાણા
‘સુપર 30’
‘સુપર 30’ને હરિયાણામાં ટૅક્સ-ફ્રી કરવામાં આવતાં હૃતિક રોશને રાજ્યનાં મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર અને રાજયનાં પ્રધાન કૅપ્ટન અભિનમ્યુનો આભાર માન્યો છે. ૧૨ જુલાઇએ રિલીઝ થયેલી આ ફિલ્મને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ન્યુ દિલ્હી, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ટૅક્સ-ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મમાં ગણિતશાસ્ત્રી આનંદ કુમારનું પાત્ર હૃતિક રોશને ભજવ્યું છે. આનંદ કુમારે પટણામાં આર્થિકરૂપે નબળા બાળકોને શિક્ષીત કરવાનું બિડું ઉઠાવ્યુ હતું. ફિલ્મે અત્યાર સુધી ૧૩૨.૬૧ કરોડનો બિઝનેસ કર્યો છે.
આ પણ વાંચો : લોકોએ નગ્નતા જોવી હોય તો તેઓ પૉર્ન જોઈ શકે છે : પંકજ ત્રિપાઠી
મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરનો આભાર માનતાં ટ્વિટર પર હૃતિકે ટ્વીટ કર્યું હતું કે ‘મનોહર લાલજી ખટ્ટર અને કૅપ્ટન અભિમન્યુ તમારા સપોર્ટ માટે આભાર. અમારો ઉદ્દેશ યુવાઓને શિક્ષણ માટે પ્રેરિત કરવા અને શિક્ષણની અગત્યતા વિશે પ્રચાર કરવાનો છે.’