સની દેઓલના દીકરા Karan Deolએ કરી સગાઈ, જાણો ક્યારે કરશે લગ્ન?

03 May, 2023 06:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હિન્દી સિનેમાના સુપરસ્ટાર સની દેઓલના દીકરા અને એક્ટર કરણ દેઓલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કરણ દેઓલે ગુપચૂપ રીતે સગાઈ કરી લીધા છે.

કરણ દેઓલ અને દ્રિશા રૉય

બૉલિવૂડના દિગ્ગજ કલાકારો વિશે ઉલ્લેખ કરવામાં આવે તો તેમાં સની દેઓલ (Sunny Deol)નું નામ હંમેશા સામેલ થશે. દેઓલ ફેમિલી ઘણીવાર કોઈક ને કોઈક કારણસર ચર્ચાનો વિષય બની રહે છે. હાલના સમયમાં સની દેઓલના દીકરા અને એક્ટર કરણ દેઓલ (Karan Deol)નું નામ ચર્ચામાં રહેલું છે. કહેવામાં આવી રહ્યું છે કે સનીના લાડલા દીકરા કરણ દેઓલે ગુપચૂપ સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં જ તે કરણ લગ્ન પણ કરવા જઈ રહ્યો છે.

શું કરણ દેઓલની સગાઈ થઈ ગઈ છે?
ઈન્ડિયા ટુડેના રિપૉર્ટ મુજબ સની દેઓલના દીકરા કરણ દેઓલની સગાઈ થઈ ગઈ છે. થોડાક મહિના પહેલા કરણ દેઓલે કોઈપણ પ્રકારના ઘોંઘાટ વગર સગાઈ કરી લીધી છે. રિપૉર્ટ પ્રમાણે કરણ દેઓલની મંગેતર ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી ધરાવતી. આ સગાઈમાં આખું દેઓલ પરિવાર સામેલ થયું. તો આ ઈન્ટીમેટ રિંગ સેરેમનીમાં કરણના દાદા-દાદી ધર્મેન્દ્ર અને હેમા માલિની પણ આ કપલને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા.

કોણ છે કરણ દેઓલની મંગેતર?
કરણ છેલ્લા ઘણા સમયથી બિમલ રૉયની ગ્રેટ-ગ્રૅન્ડ ડૉટર દ્રિશા રૉયને ડેટ કરી રહ્યો હતો અને હવે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. દ્રિશા ફૅશન-ડિઝાઇનર છે અને તે ખૂબ જ પ્રાઇવેટ લાઇફ જીવવામાં માને છે. 

સાથે જ એ પણ  કહેવામાં આવી રહ્યું છે કે રિંગ સેરેમની બાદ હવે કરણ દેઓલના ટૂંક સમયમાં જ લગ્ન પણ થવાના છે. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે શક્ય છે કે આવતા મહિને કરણ દેઓલના લગ્ન થઈ શકે છે. આ સમાચાર સામે આવ્યા બાદ દરેક જણ કરણ દેઓલની મંગેતર વિશે જાણવા માટે ઉત્સાહિત જોવા મળે છે.

આ પણ વાંચો : મોદી સરનેમ કેસમાં વધી રાહુલ ગાંધીની મુશ્કેલી, હવે આ કૉર્ટમાં થવું પડશે હાજર

બૉલિવૂડ ડેબ્યૂ કરી ચૂક્યો છે કરણ દેઓલ
સની દેઓલ (Sunny Deol)ના દીકરા કરણ દેઓલ હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરી ચૂક્યા છે. વર્ષ 2019માં કરણ દેઓલ (Karan Deol)એ ફિલ્મ `પલ પલ દિલ કે પાસ` દ્વારા હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરી ચૂક્યા છે. આ ફિલ્મનું ડિરેક્શન પોતે કરણના પિતા એટલે કે એક્ટર સની દેઓલે કર્યું હતું. જ્યારે બી ટાઉન એક્ટ્રેસ સેહર બામ્બા આ ફિલ્મમાં લીડ રોલમાં હતી.

 

karan deol sunny deol bollywood bollywood gossips bollywood news entertainment news