12 September, 2023 05:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ગદર 2’
સની દેઓલની ‘ગદર 2’એ પ્રભાસની ‘બાહુબલી 2’ના હિન્દી વર્ઝનને ટક્કર મારીને સૌથી વધુ બિઝનેસ કરનારી બીજી હિન્દી ફિલ્મ બની ગઈ છે. ૧૧ ઑગસ્ટે રિલીઝ થયેલી ‘ગદર 2’એ એક પછી એક એમ રેકૉર્ડ બ્રેક કર્યા છે. આ ફિલ્મનો અને સની દેઓલનો જાદુ લોકો પર છવાઈ ગયો છે. વિશ્વભરમાં પણ આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ગદર મચાવી દીધી છે. ફિલ્મનું કલેક્શન પણ શાનદાર રહ્યું છે. ફિલ્મની રિલીઝને એક મહિનો થવા છતાં પણ હજી પણ લોકો ફિલ્મ જોવા થિયેટરમાં જાય છે. ‘ગદર 2’ના એક મહિનાના અઠવાડિયા પ્રમાણે કલેક્શનની વાત કરીએ તો પહેલા વીકમાં ૨૮૪.૬૩ કરોડ, બીજા વીકમાં ૧૩૪.૪૭ કરોડ, ત્રીજા વીકમાં ૬૩.૨૫ કરોડ, ચોથા અઠવાડિયાએ ૨૭.૫૫ કરોડ અને પાંચમા વીક-એન્ડ સુધીમાં ૫.૦૩ કરોડની સાથે ૫૧૫.૦૩ કરોડનો વકરો કર્યો છે. ‘બાહુબલી 2’ના હિન્દી વર્ઝનનો બિઝનેસ ૫૧૦.૯૯ કરોડનો થયો છે. પહેલા ક્રમે શાહરુખ ખાનની ‘પઠાન’ ૫૪૩.૦૫ કરોડ સાથે છે. જોકે હવે શાહરુખ ખાનની ‘જવાન’ ગુરુવારે રિલીઝ થતાં ‘ગદર 2’ના કલેક્શન પર અસર પડે એ તો નક્કી જ છે.