04 September, 2023 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ
સની દેઓલની ‘ગદર 2’ બૉક્સ-ઑફિસ પર સૌથી ઝડપથી ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે શનિવાર સુધીમાં ૪૯૩.૩૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, પરંતુ ગઈ કાલના બિઝનેસ સાથે ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આ ફિલ્મે ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચવા માટે સૌથી ઓછા એટલે કે ૨૪ દિવસનો સમય લીધો છે. આ પહેલાં આ ક્લબમાં બે જ ફિલ્મ પહોંચી છે જેમાં ‘પઠાન’એ ૨૮ દિવસ અને ‘બાહુબલી 2’એ ૩૪ દિવસનો સમય લીધો છે. અત્યાર સુધી હિન્દીમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ ‘પઠાન’ છે. આ ફિલ્મ સાત સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આથી ‘ગદર 2’ પાસે હજી ત્રણ દિવસનો સમય છે. જોકે આ ત્રણ દિવસમાં ૩૫ કરોડથી વધુનો બિઝનેસ કરવાનું શક્ય નથી. આ ત્રણ દિવસ બાદ શાહરુખ ખાનની ‘જવાન’ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હવે ૫૦૦ કરોડનો આંકડો ક્રૉસ કરે છે કે નહીં એ એક સવાલ છે અને કરે તો એ કેટલી જલદી આ ક્લબમાં દાખલ થશે એ જોવું રહ્યું.