13 September, 2022 05:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર દરેક પ્રકારની ફિલ્મોમાં સફળ રહ્યા હોવાનું માનવું છે સની દેઓલનું
સની દેઓલનું કહેવું છે કે તેના પિતા ધર્મેન્દ્ર દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કરીને સફળ રહ્યા છે. સની દેઓલ પિતાને આદર્શ માને છે. તેનું કહેવું છે કે કાશ તે પણ એ જ સમયમાં ઍક્ટર હોત તો સારું થાત. સની દેઓલની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ‘ગદર’ની સીકવલમાં, ‘અપને 2’માં અને ‘ચુપ’માં દેખાવાનો છે. પિતા ધર્મેન્દ્રની પ્રશંસા કરતાં સની દેઓલે કહ્યું કે ‘તેઓ કદી પણ અનોખા રોલ્સ કરતાં અચકાતા નહીં. તેમની ‘સત્યકામ’, ‘ચુપકે ચુપકે’, ‘શોલે’, ‘પ્રતિજ્ઞા’, ‘ફૂલ ઔર પથ્થર’ હોય કે પછી ‘અનુપમા’ હોય; તેમણે એ બધી ફિલ્મોમાં યાદગાર પર્ફોર્મન્સ આપ્યા છે. કદાચ હું પણ એ ગાળામાં ઍક્ટિવ ઍક્ટર હોત તો સારું થાત.’
ધર્મેન્દ્ર સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ છે. એ વિશે સની દેઓલે કહ્યું કે ‘તેઓ તમામ મેસેજિસનો જવાબ આપે છે, લોકોને શુભેચ્છા અને આશીર્વાદ પણ આપે છે.’