દીકરી અથિયાને મોંઘીદાટ ગિફ્ટ્સ આપવાની અફવાને નકારી સુનીલ શેટ્ટીએ

28 January, 2023 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીલ શેટ્ટીએ દીકરી અથિયા શેટ્ટીને મોંઘીદાટ ગિફ્ટ્સ આપવાની અફવાને તેના પરિવારે નકારી કાઢી છે.

દીકરી અથિયાને મોંઘીદાટ ગિફ્ટ્સ આપવાની અફવાને નકારી સુનીલ શેટ્ટીએ

સુનીલ શેટ્ટીએ દીકરી અથિયા શેટ્ટીને મોંઘીદાટ ગિફ્ટ્સ આપવાની અફવાને તેના પરિવારે નકારી કાઢી છે. હાલમાં જ અથિયાનાં લગ્ન ક્રિકેટર કે. એલ. રાહુલ સાથે ખંડાલામાં થયાં છે. ત્યાર બાદથી એવી ચર્ચા ચાલી રહી હતી કે અથિયા અને કે. એલ. રાહુલને લક્ઝુરિયસ કાર્સ, બાઇક્સ, વૉચિસ અને ફ્લૅટ ગિફ્ટમાં મળ્યાં છે. એવું જાણવા મળ્યું હતું કે સુનીલ શેટ્ટીએ તેને મુંબઈમાં ૫૦ કરોડનો અપાર્ટમેન્ટ ગિફ્ટમાં આપ્યો છે. સલમાન ખાને તેને ૧.૬૪ કરોડની આઉડી કાર આપી છે. બીજી તરફ જૅકી શ્રોફે તેને ૩૦ લાખની ચોપર્ડ વૉચ ગિફ્ટ કરી છે. અર્જુન કપૂરે અથિયાને ૧.૫ કરોડનું ડાયમન્ડનું બ્રેસલેટ આપ્યું છે. આ બધી અફવાઓ પર તેની ફૅમિલીએ વિરામ મૂક્યો છે. સુનીલ શેટ્ટીની ફૅમિલીએ કહ્યું કે ‘ગિફ્ટ્સને લઈને જે પણ પબ્લિશ થયું છે એ તદ્દન પાયાવિહોણું અને ખોટું છે. પ્રેસ ફ્રટર્નિટીને અમે વિનંતી કરીએ છીએ કે પબ્લિક ડોમેનમાં કાંઈ પણ ખોટી માહિતી પબ્લિશ કરતાં પહેલાં એક વખત અમારી સાથે કન્ફર્મ કરી લેવું જોઈએ.’ 

bollywood news sunil shetty athiya shetty