સુનીલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલને આપી આવી ચેતવણી

01 August, 2023 08:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ’ સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં `હેરા ફેરી` અભિનેતાએ તેની પુત્રીને તેના જીવનસાથી પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાની સલાહ આપી હતી

ફાઇલ તસવીર

અભિનેતા સુનીલ શેટ્ટી (Suniel Shetty)ની પુત્રી આથિયા શેટ્ટીએ આ વર્ષે જાન્યુઆરીમાં તેના બૉયફ્રેન્ડ અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) સાથે લગ્ન કર્યાં હતાં. આ પ્રેમી પંખીડાઓએ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્ન કર્યાં હતાં. તેઓએ તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. ત્યારથી, આથિયા અને કેએલ રાહુલ (Suniel Shetty Gave Advice To Son-In-Law KL Rahul) તેમના નવા તબક્કાનો દરેક ભાગ માણી રહ્યા છે. તાજેતરમાં સુનીલ શેટ્ટીએ તેની પુત્રી આથિયાને સફળ સંબંધો વિશે ખાસ સલાહ આપી હતી. તેમણે પોતાના જમાઈને પણ વધુ પાડતા `ગુડ બૉય` ન બનવાની `ચેતવણી` આપી હતી.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ’ સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં `હેરા ફેરી` અભિનેતાએ તેની પુત્રીને તેના જીવનસાથી પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાની સલાહ આપી હતી. તેણે આથિયાને તેના ઉતાર-ચઢાવ દરમિયાન કેએલ રાહુલને ટેકો આપવા પણ કહ્યું હતું, જ્યારે સુનીલ શેટ્ટીને પૂછવામાં આવ્યું કે તે આથિયાને શું સલાહ આપશે તો તેમણે કહ્યું કે, “એવી વ્યક્તિ બનો જે તમારા પાર્ટનર પર આંધળો વિશ્વાસ કરે. તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કરો. તે એક પ્લેયર છે, તે મુસાફરી કરતો હશે, તમે તેની સાથે આખો સમય ન રહી શકો. અભિનેતાઓની જેમ એથ્લેટ્સ પણ ઉતાર-ચઢાવ જુએ છે, જ્યારે તે સ્કોર કરે છે, ત્યારે તે અલગ ઝોનમાં હોય છે.”

સુનીલ શેટ્ટીએ કેએલ રાહુલને આપી ચેતવણી

વધુમાં જ્યારે અમે સુનીલ શેટ્ટી (Suniel Shetty Gave Advice To Son-In-Law KL Rahul)ને પૂછ્યું કે શું તે તેમના જમાઈ કેએલ રાહુલ (KL Rahul) સાથે શું કોઈ વિષય પર વાત કરવા માગે છે? ત્યારે અભિનેતાએ કહ્યું કે, “એવી મીઠી વ્યક્તિ ન બનો કે જ્યારે તમારી વાત આવે ત્યારે તમારી પાસે કહેવા માટે કંઈ જ ન હોય. એવી સારી વ્યક્તિ ન બનો કે દરેક વ્યક્તિ વિચારે કે તમારી સારાઈ જ જરૂરી છે, તમે નહીં. તે એક બાળક છે. હું હંમેશા આથિયાને કહું છું, તું ધન્ય છે. અલબત્ત, આથિયા એક સુંદર છોકરી છે પણ મારી પત્ની, મારા મમ્મી, મારા ભાભી, મારી બહેન બધા રાહુલના દિવાના છે.”

સુનીલ શેટ્ટીની `હેરા ફેરી 3`

દરમિયાન, કેએલ રાહુલ તાજેતરમાં લંડનની સ્ટ્રીપ ક્લબમાં પાર્ટી કરતા જોવા મળ્યા બાદ ટ્રોલ થયા હતા. સર્જરી બાદ તરત જ તેનો વીડિયો વાયરલ થયો હતો. આથિયા તરત જ તેના સમર્થનમાં બહાર આવી હતી. તેણે સોશિયલ મીડિયા પર એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ શૅર કરીને ટ્રોલ્સને ચૂપ કરી દીધાં હતાં. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુનીલ શેટ્ટી છેલ્લે `ઑપરેશન ફ્રાઈડે`માં જોવા મળ્યા હતા. તે આગામી સમયમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સંજય દત્ત સાથે `હેરા ફેરી 3`માં જોવા મળશે.

suniel shetty kl rahul athiya shetty bollywood bollywood news entertainment news