07 April, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુહાનાનું બૉયફ્રેન્ડના પરિવાર સાથે ફૅમિલી ડિનર
શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનનાં દોહિત્ર-દોહિત્રી એવાં અગસ્ત્ય અને નવ્યા નવેલી નંદા વચ્ચે બહુ સારું બૉન્ડિંગ છે. એ સિવાય અગસ્ત્ય અને સુહાનાએ ‘ધી આર્ચીઝ’માં કામ કર્યું હતું ત્યારથી બન્ને વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. થોડા સમય પહેલાં સુહાના બૉયફ્રેન્ડ અગસ્ત્યની મમ્મી શ્વેતા નંદા અને બહેન નવ્યા નવેલી સાથે ડિનર કરતી જોવા મળી હતી અને હવે તે અગસ્ત્ય, તેના પપ્પા નિખિલ અને બહેન નવ્યા નવેલી સાથે ફૅમિલી ડિનર કરતી જોવા મળી છે.
તેમની આ મીટિંગના પુરાવા જેવા વાઇરલ વિડિયોમાં સુહાના અને નવ્યા નવેલી કાળાં વસ્ત્રોમાં જોવા મળે છે, જ્યારે અગસ્ત્ય અને તેના પપ્પા પણ બ્લૅક આઉટફિટમાં જ જોવા મળે છે.