સુહાના, ખુશી અને અગસ્ત્યએ ‘ધ આર્ચીઝ’નું પૂરું કર્યું ઊટીનું શેડ્યુલ

06 December, 2023 05:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ એક મ્યુઝિકલ-ડ્રામા રહેશે

‘ધ આર્ચીઝ’નું ઊટીનું શેડ્યુલ પૂરું થયું

સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાએ ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’નું ઊટીનું શેડ્યુલ પૂરું કરી લીધું છે. શાહરુખ ખાનની દીકરી સુહાના છે, શ્રીદેવીની દીકરી ખુશી છે અને શ્વેતા બચ્ચન નંદાનો દીકરો છે અગસ્ત્ય. આ એક મ્યુઝિકલ-ડ્રામા રહેશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર આ ફિલ્મ આવવાની છે. આર્ચીઝ કૉમિક્સ લોકોના બાળપણનો અગત્યનો ભાગ રહ્યાં છે. એથી એ યાદોના સંગ્રહને એ વધુ રોમાંચક અને યાદગાર બનાવવા માગે છે. આ ફિલ્મને ઝોયા, રીમા કાગતી અને શરદ દેવરંજન મળીને પ્રોડ્યુસ કરશે. આ જ કારણ છે કે સ્ટાર કિડ્સની આ ફિલ્મ જોવાની લોકોને પણ તાલાવેલી જાગી છે. થોડા સમય અગાઉ ઊટીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. એની જાણકારી સોશ્યલ મીડિયામાં આપવામાં આવી હતી. ૬૦ના દાયકા પર આધારિત આ ફિલ્મ લોકોને ફરીથી તેમના વીતેલા દિવસોની મીઠી યાદ અપાવશે એ વાત તો નક્કી જ છે.

entertainment news bollywood bollywood news upcoming movie suhana khan khushi kapoor agastya nanda the archies