24 June, 2023 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુહાના ખાન
શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને અલીબાગમાં ૧૨.૯૧ કરોડની ખેતીલાયક જમીન ખરીદી લીધી છે. આ જમીન માટે જે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એમાં સુહાનાએ પોતાને ખેડૂત જણાવી છે. આ જમીન અલીબાગના થલ ગામમાં આવેલી છે. પહેલી જૂને આ જમીન માટે રજિસ્ટ્રેશન થયું છે. આ જમીન માટે થયેલા રજિસ્ટ્રેશન પ્રમાણે આ ઍગ્રિકલ્ચરલ લૅન્ડ ૧.૫ એકરની છે અને એના પર ૨૨૧૮ સ્ક્વેર ફુટનું સ્ટ્રક્ચર પણ છે. એના માટે તેણે ૭૭.૪૬ લાખની સ્ટૅમ્પ ડ્યુટી ચૂકવી છે. તે જલદી જ બૉલીવુડમાં ‘ધ આર્ચીઝ’ દ્વારા એન્ટ્રી કરી રહી છે. શાહરુખની પણ પ્રૉપર્ટી અલીબાગમાં આવેલી છે. તેના બાવનમા બર્થ-ડેનું સેલિબ્રેશન આ બંગલામાં કરવામાં આવ્યું હતું. એમાં સ્વિમિંગ-પૂલની સાથે હેલિપૅડ પણ છે.