Subrata Roy Death: સહારા ગ્રુપના ચેરમેનનું લાંબી માંદગી બાદ 75 વર્ષની વયે નિધન

15 November, 2023 12:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સહારા ઈન્ડિયા ગ્રુપના વડા સહરાશ્રી સુબ્રત રોય સહારાનું મંગળવારે નિધન થયું.

સુબ્રત રૉય

સહારા ઈન્ડિયા ગ્રુપના વડા સહારાશ્રી સુબ્રત રૉય સહારાનું મંગળવારે નિધન થયું. તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સહારા પરિવારના વડા `સહારાશ્રી` સુબ્રત રૉય લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. તેમની મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બુધવારે તેમના પાર્થિવ દેહને લખનૌના સહારા શહેરમાં લાવવામાં આવશે, જ્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

સુબ્રત રૉય સહારાનો જન્મ 10 જૂન 1948ના રોજ થયો હતો. તેઓ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ હતા અને સહારા ઈન્ડિયા પરિવારના સ્થાપક હતા. તે દેશભરમાં `સહારાશ્રી` તરીકે પણ જાણીતા હતા. બિહારના અરરિયા જિલ્લામાં જન્મેલા સુબ્રત રૉયે કોલકાતાની હોલી ચાઈલ્ડ સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું. આ પછી તેમણે ગોરખપુરની સરકારી ટેકનિકલ સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું.

સહારાશ્રીએ વર્ષ 1978માં ગોરખપુરથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી. 2012 માં, ઇન્ડિયા ટુડે મેગેઝિને તેમને ભારતના 10 સૌથી શક્તિશાળી લોકોમાં સામેલ કર્યા. આજે સહારા ગ્રુપે હાઉસિંગ, મનોરંજન, મીડિયા, રિટેલ અને નાણાકીય સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાના પગ ફેલાવ્યા છે. એક માહિતી અનુસાર, સહારા ગ્રૂપ પાસે જૂન 2010 સુધીમાં આશરે રૂ. 1,09,224 કરોડની સંપત્તિ હતી.

સમાજવાદી પાર્ટીએ સહારાશ્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે

સમાજવાદી પાર્ટીએ X પર એક પોસ્ટમાં સુબ્રત રૉયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

sahara group bollywood news subrata roy entertainment news