ગામડાની સૌથી સ્ટ્રૉન્ગ મહિલાઓ દ્વારા મારો ઉછેર થયો છે : કાજોલ

06 September, 2023 05:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાજોલનું કહેવું છે કે તેનો ઉછેર એવા ગામમાં થયો છે જ્યાં સ્ટ્રૉન્ગ મહિલાઓ હતી. ગઈ કાલે ટીચર્સ ડે હતો અને ઘણા લોકોએ ટીચર્સ ડેને સેલિબ્રેટ પણ કર્યો હતો.

કાજોલ

કાજોલનું કહેવું છે કે તેનો ઉછેર એવા ગામમાં થયો છે જ્યાં સ્ટ્રૉન્ગ મહિલાઓ હતી. ગઈ કાલે ટીચર્સ ડે હતો અને ઘણા લોકોએ ટીચર્સ ડેને સેલિબ્રેટ પણ કર્યો હતો. આ વિશે કાજોલે કહ્યું કે ‘મારી સૌથી મોટી મેન્ટર. મારી મમ્મી સુપર કૂલ છે. મારી મમ્મી એકદમ ઑસમ છે. તેની મમ્મી પણ અદ્ભુત હતી. હું પાંચ-છ વર્ષની હતી ત્યારે મારી દાદીએ મને ગૂંથણકામ શીખવાડ્યું હતું. તેમણે મને હાર્મોનિયમ પણ શીખવ્યું હતું. મારો ઉછેર ગામડામાં થયો હતો. એવા ગામડામાં જ્યાં એકદમ સ્ટ્રૉન્ગ અને કૂલ મહિલાઓ રહેતી હતી. હું ઘણાં ઉદાહરણો જોઈ-જોઈને શીખી છું. તેમણે દરેકે મને એવું બધું શીખવ્યું છે જે આપણને સ્કૂલમાં ક્યારેય નથી શીખવાડવામાં આવતું. આ લેસન લાઇફ સાથેનું છે અને જરૂર પડ્યે એ ખૂબ જ કામ આવે છે. મોટા ભાગનાં બાળકોની જેમ મને પણ થતું હતું કે હું કંઈ સાંભળી નથી રહી, પરંતુ મોટા ભાગનાં બાળકોની જેમ હું એને જોઈ-જોઈને શીખી રહી હતી. મને હંમેશાં શીખવવામાં આવતું હતું અને હજી પણ હું શીખી રહી છું.’

kajol teachers day bollywood news entertainment news