સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગયા પછી પણ સ્ત્રી 2એ કયો નવો રેકૉર્ડ બનાવ્યો?

01 October, 2024 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હૉરર કૉમેડી ‘સ્ત્રી 2’એ બૉક્સ-ઑફિસ એવી ગજાવી મૂકી છે કે સૌથી મોટો રેકૉર્ડ બનાવી લીધા પછી પણ આ ફિલ્મ નવા વિક્રમ સર્જી રહી છે

સ્ત્રી ૨ ફિલ્મનું દ્રશ્ય

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હૉરર કૉમેડી ‘સ્ત્રી 2’એ બૉક્સ-ઑફિસ એવી ગજાવી મૂકી છે કે સૌથી મોટો રેકૉર્ડ બનાવી લીધા પછી પણ આ ફિલ્મ નવા વિક્રમ સર્જી રહી છે. શાહરુખ ખાનની ‘જવાન’ને પાછળ રાખીને આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ, ૬૦૦ કરોડ રૂપિયા કમાણી કરનારી પહેલવહેલી હિન્દી ફિલ્મ બની ગઈ એ પછી કોઈ રેકૉર્ડ તોડવાનો બાકી ન હોય એવું કોઈ વિચારી શકે; પણ આ તો ‘સ્ત્રી 2’ છે અને કંઈ પણ કરી શકે છે. ‘સ્ત્રી 2’એ હવે સાતમા વીક-એન્ડમાં સૌથી વધુ કમાણી કરવાનો નવો રેકૉર્ડ બનાવ્યો છે. શુક્રવારે ૧.૦૯ કરોડ, શનિવારે ૨.૨૦ કરોડ અને રવિવારે ૨.૭૫ કરોડ રૂપિયા રળીને ‘સ્ત્રી 2’એ સાતમા વીક-એન્ડમાં કુલ ૬.૦૪ કરોડ રૂપિયા રળ્યા છે, જે આજ સુધી સાતમા વીક-એન્ડમાં કોઈએ નથી રળ્યા.

૬૧૫.૬૬
‘સ્ત્રી 2’એ રવિવાર સુધીમાં ભારતમાં આટલા કરોડ રૂપિયા કમાયા છે.

shraddha kapoor rajkummar rao Shah Rukh Khan box office bollywood news entertainment news bollywood jawan