આ સ્ત્રી 2 ભારે પડી રહી છે શાહરુખ, સની દેઓલ પર

26 August, 2024 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જવાન અને ગદર 2ના બીજા શનિવારના કલેક્શનની સરખામણીએ કર્યો વધુ બિઝનેસ

ફિલ્મનો સીન

શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ બૉક્સ-ઑફિસ પર રેકૉર્ડ બ્રેક કરી રહી છે. પંદરમી ઑગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મનો જાદુ હજી પણ યથાવત્ છે. ત્રણ દિવસમાં ફિલ્મ ૧૦૦ કરોડની પાર પહોંચી ગઈ છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ‘જવાન’ અને ‘ગદર 2’ના બીજા શનિવારે જેટલો બિઝનેસ થયો હતો એના કરતાં વધુ બિઝનેસ ‘સ્ત્રી 2’નો બીજા શનિવારે થયો હતો. ‘જવાન’એ રિલીઝના બીજા શનિવારે ૩૦.૧૦ કરોડ અને ‘ગદર 2’એ ૩૧.૦૭ કરોડનું કલેક્શન કર્યું હતું. એની સરખામણીએ ‘સ્ત્રી 2’એ બીજા શનિવારે ૩૩.૮૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. ૧૦ દિવસમાં ફિલ્મે ૩૬૦.૯૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. ટૂંક સમયમાં ૪૦૦ કરોડનો પણ બિઝનેસ કરી લેશે. આ ફિલ્મે વર્લ્ડવાઇડ ૫૦૫ કરોડનો બિઝનેસ કર્યો છે. આ હૉરર-કૉમેડીમાં રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બૅનરજી જોવા મળે છે. આ ફિલ્મનો ૧૪ ઑગસ્ટે પેઇડ પ્રીવ્યુ રાખવામાં આવ્યો હતો. એ દિવસે ૯.૪૦ કરોડનું કલેક્શન થયું હતું. ત્યાર બાદ ૧૫ ઑગસ્ટે રિલીઝ થયા બાદ ફિલ્મનું કલેક્શન અને લોકપ્રિયતા વધી રહ્યાં છે.

કઈ ફિલ્મે બીજા શનિવારે કેટલો બિઝનેસ કર્યો હતો એના પર એક નજર...

ફિલ્મ

બીજા શનિવારનો બિઝનેસ

ગદર 2

૩૧.૦૭ કરોડ

જવાન

૩૦.૧૦ કરોડ

બાહુબલી 2 (હિન્દી)

૨૬.૫૦ કરોડ

ધ કશ્મીર ફાઇલ્સ

૨૪.૮૦ કરોડ

પઠાન

૨૨.૫૦ કરોડ

 

shraddha kapoor rajkummar rao box office latest films entertainment news bollywood bollywood news