15 August, 2024 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશા પારેખ અને શિવાજી સાટમ
મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે વરિષ્ઠ અભિનેત્રી આશા પારેખને રાજ કપૂર લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ તથા શિવાજી સાટમને ચિત્રપતિ વી. શાંતારામ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપવાની જાહેરાત કરી હતી. આ અવૉર્ડ સેરેમની ૨૧ ઑગસ્ટે વરલીના નૅશનલ સ્પૉર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI)ના ડોમમાં યોજવામાં આવશે.