મૂવી માફિયા કરતાં વધારે ડર મુંબઇ પોલીસથી લાગે છે ડર- કંગના રણોત

30 August, 2020 07:05 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મૂવી માફિયા કરતાં વધારે ડર મુંબઇ પોલીસથી લાગે છે ડર- કંગના રણોત

કંગના રણોત (ફાઇલ ફોટો)

બોલીવુડ Bollywood)ના ડ્રગ્સ કનેક્શન (Drugs Connection)ને લઈને ઘણી વાતો અભિનેત્રી કંગના (Bollywood Actress Kangana Ranaut) રણોતે કરી છે. કંગનાએ કહ્યુંકે, તેને ઘણાં નામ ખબર છે જેમનું ડ્રગ્સ સાથે કનેક્શન (Drugs Connection) છે. આ નિવેદન પછી ભાજપ નેતા રામ કદમે (Ram Kadam) કંગના રણોત (Kangana Ranaut) માટે સુરક્ષા (Security)ની માગ કરી હતી. આ બાબતે અભિનેત્રીએ કહ્યું કે મુંબઇ પોલીસ (Mumbai Police)ની સુરક્ષા નથી જોઇતી. તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ સરકાર(Himachal Pradesh Government) અથવા કેન્દ્ર સરકાર (Central Government) સુરક્ષા આપી શકે છે. કંગનાએ કહ્યું કે મૂવી માફિયા (Movie Mafia) કરતાં વધારે ડર હવે મુંબઇ પોલીસથી લાગે છે.

ભાજપ નેતા રામ કદમે મહારાષ્ટ્રની સરકારને આ માગ કરી હતી કે કંગનાને સુરક્ષા આપવામાં આવે. તેમણે કહ્યું કે, "સો કલાક અને ચાર દિવસથી વધારે થઈ ગયા છે કંગના રણોત બોલીવુડ-ડ્રગ્સ માફિયાના સંબંધીઓનો પર્દાફાશ કરવા માટે તૈયાર છે પણ તેમને સુરક્ષાની જરૂર છે. દુર્ભાગ્યે મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધી કોઇ સુરક્ષા આપી નથી."

જેના જવાબમાં કંગનાએ કહ્યું કે, "સર તમારી ચિંતા માટે તમારો આભાર. મને મુંબઇમાં મૂવી માફિયા કરવા વધારે મુંબઇ પોલીસથી ડર છે. હું હિમાચલ પ્રદેશ સરકાર કે સીધું કેન્દ્ર સરકાર પાસેથી સુરક્ષા ઇચ્છીશ. મહેરબાની કરીને મુંબઇ પોલીસ નહીં."

કંગનાના ટ્વીટનો રામ કદમે આપ્યો જવાબ
ત્યાર બાદ રામ કદમે અભિનેત્રીના ટ્વીટનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, "તમારી હિંમતને સલામ. વિનમ્રતાપૂર્વ કહેવા માગું છું કે મુંબઇ પોલીસ ખૂબ જ કુશળ છે પણ આ મહારાષ્ટ્ર સરકારનું ગેરવર્તન છે જે તેમની છબિને પ્રભાવિત કરે છે. આ સરકારના સ્વાર્થે મુંબઇ પોલીસના ગૌરવશાળી ઇતિહાસને ખતમ કરી દીધો છે."

bollywood bollywood news bollywood gossips kangana ranaut mumbai police ram kadam sushant singh rajput entertainment news