‘મહાભારત’ને દસ પાર્ટમાં પોતાની મરજી મુજબ બનાવશે એસ. એસ. રાજામૌલી

11 May, 2023 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે ‘બાહુબલી’ અને ‘RRR’ જેવી ફિલ્મો બનાવી છે

એસએસ રાજામૌલી

એસ. એસ. રાજામૌલીએ ફિલ્મ ‘મહાભારત’ને ૧૦ પાર્ટમાં પોતાના હિસાબથી બનાવવાની વાત કહી છે. તેમણે ‘બાહુબલી’ અને ‘RRR’ જેવી ફિલ્મો બનાવી છે. હવે તેમનું સપનું ‘મહાભારત’ બનાવવાનું છે, જેનાં પાત્રોને તેઓ અલગ રીતે લખશે અને રજૂ કરશે. એના વિશે એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘જો મારે ‘મહાભારત’ બનાવવી હોય તો આપણા દેશમાં ઉપલબ્ધ મહાભારતને વાંચવામાં મને એક વર્ષ લાગશે. હાલમાં તો હું એટલું માનીને ચાલું છું કે એની દસ પાર્ટની ફિલ્મ બનાવીશ. હું જે પણ ફિલ્મ બનાવું છું મને એવું લાગે છે કે ‘મહાભારત’ બનાવવા માટે હું શીખી રહ્યો છું. એ જ મારું સપનું છે અને એની તરફ દરેક પગલું આગળ વધારી રહ્યો છું. ‘મહાભારત’નાં જે પણ પાત્રો આપણે વાંચેલાં અને જોયેલાં છે એનાથી એકદમ અલગ હું એને લખીશ. એ પાત્રો વિકસિત હશે અને તેમની પરસ્પર રિલેશનશિપનો એમાં ઉમેરો કરવામાં આવશે.’ તેમને પૂછવામાં આવ્યું હતું કે શું આ ફિલ્મમાં તેઓ રામચરણ અને જુનિયર એનટીઆરને લેવાના છે? એનો જવાબ આપતાં એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘હું જાણું છું કે લોકોએ લિસ્ટ બનાવવા માંડ્યુ હશે કે કોણ કયો રોલ કરશે. જોકે હું મારા વર્ઝનનું લખ્યા બાદ જ એનાં કૅરૅક્ટર્સ નક્કી કરીશ.’ 

entertainment news bollywood news bollywood gossips bollywood ss rajamouli mahabharat