24 January, 2023 08:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
95મા ઑસ્કર એવૉર્ડ્સ (Oscars Awards) 2023ના નૉમિનેશન્સ થઈ ચૂક્યા છે. આ વખતે એસ એસ રાજામૌલીની ફિલ્મ RRRના સૉન્ગ `નાટૂ નાટૂ`એ પોતાની જગ્યા બનાવી લીધી છે. સૉન્ગ બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ કેટેગરી માટે નૉમિનેટ થઈ છે. એમ એમ કીરાવાનીએ આ ગીત કમ્પૉઝ કર્યું હતું. ગીત માત્ર નૉમિનેશન જ નહીં, ઑસ્કરમાં જીતવા માટે પણ મજબૂત લડતા આપી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે `નાટૂ નાટૂ` ગીતે લેડી ગાગા અને રી રી કે સૉન્ગ્સને પાછળ મૂક્યા છે. ચાહકોને તો આ આશા છે કે એકવાર `નાટૂ નાટૂ` પોતાના ઘરે ઈન્ટરનેશનલ એવૉર્ડ લઈને આવે. ઑસ્કર અવૉર્ડ્સ 2023 નૉમિનેશન્સ, બવર્લી હિલ્સ, કેલીફૉર્નિયામાં થયા. આના નૉમિનેશન્સ હોસ્ટ રિઝ અહમદ અને એક્ટ્રેસ એલીસન વિલિયમ્સે કર્યા. ઈન્ડિયન સિનેમા માટે ખરેખર આજે ખૂબ જ મોટો દિવસ રહ્યો છે.
આ બે ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મોએ પણ મારી બાજી
આ સિવાય શૉનક સેનની ડૉક્યૂમેન્ટ્રી ફીચર ફિલ્મ All that Breathes પણ આ વખતે ઑસ્કર અવૉર્ડ્સ 2023માં નૉમિનેટ થઈ છે. ફક્ત એટલું જ નહીં, ડિરેક્ટર ગુનીત મોંગીની The Elephant Whisperers ડૉક્યૂમેન્ટ્રી શૉર્ટ ફિલ્મ માટે નૉમિનેટ થઈ છે. કહેવું પડશે કે આજે ઈન્ડિયન સિનેમા માટે આ પણ ખૂબ જ ગર્વની વાત થઈ છે દેશમાંથી ત્રણ ફિલ્મો ઑસ્કર જીીતવાની રેસમાં આવી છે. જો કે, ભારત તરફથી ઑફિશિયલ એન્ટ્રી `છેલ્લો શૉ` (The Last Film Show) ટૉપ 15માં શૉર્ટલિસ્ટ થઈ હતી, પણ આ દૂર દૂર સુધી કોઈપણ કેટેગરીનો ભાગ બની નથી.
તાજેતરમાં જ એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના સૉન્ગ `નાટૂ નાટૂ`એ ગોલ્ડન ગ્લોબ 2023 અવૉર્ડ પોતાના નામે કર્યો હતો. આણે બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ કેટેગરીમાં અવૉર્ડ જીત્યો હતો. ભારત માટે આ પણ ગર્વની વાત હતી. ચાહકો આ ન્યૂઝને સાંભળીને ખૂબ જ એક્સાઈટેડ થયા હતા. ટ્વિટર પર ટીમને બધાએ વધામણી ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ માટે ખૂબ જ સ્પેશિયલ મોમેન્ટ હતી.
આ પણ વાંચો : RRR માટે રાજામૌલીને મળ્યો `બેસ્ટ ડિરેક્ટર`નો મોટો અમેરિકન એવૉર્ડ, જાણો વધુ
ખુશ છે RRRની ટીમ
ટીમે ટ્વિટર પર `નાટૂ નાટૂ`નો એક સ્ટિલ શૅર કરીને આખી ટીમને વધામણી આપી છે. ઑસ્કર એવૉર્ડ 2023માં નૉમિનેશનને લઈને આખી ટીમ ખૂબ જ ખુશ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મે પોતાનામાં એક ઇતિહાસ રચ્યો છે. પહેલા ગોલ્ડન ગ્લોબ 2023 અવૉર્ડ અને હવે ઑસ્કર એવૉર્ડ 2023 નૉમિનેશનમાં પોતાની જગ્યા બનાવી છે.