૩૧ દિવસ બાદ પણ શ્રીકાંત અડીખમ

11 June, 2024 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૦ કરોડનો બિઝનેસ ક્રૉસ કરશે એવી શક્યતા : મિસ્ટર & મિસિસ માહીએ કર્યો ૩૦.૩૭ કરોડ રૂપિયાનો વકરો

‘શ્રીકાંત’

રાજકુમાર રાવની બે ફિલ્મો હાલમાં બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે. ૧૦ મેએ રિલીઝ થયેલી ‘શ્રીકાંત’ હજી પણ સારો બિઝનેસ કરી રહી છે. ૩૧ દિવસ બાદ આ ફિલ્મે ટોટલ ૪૮.૭૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પાંચમા અઠવાડિયાના શુક્રવારે ૩૫ લાખ, શનિવારે ૫૬ લાખ અને રવિવારે ૫૮ લાખનો બિઝનેસ આ ફિલ્મે કર્યો હતો. આ ફિલ્મ પચાસ કરોડ રૂપિયાનો બિઝનેસ ક્રૉસ કરશે એવી શક્યતા છે. બીજી તરફ રાજકુમાર અને જાહ્નનવી કપૂરની ‘મિસ્ટર & મિસિસ માહી’ ૩૧ મેએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બીજા અઠવાડિયાના શુક્રવારે ૧.૩૧ કરોડ, શનિવારે ૨.૨૨ કરોડ અને રવિવારે ૧.૯૫ કરોડની સાથે ટોટલ ૩૦.૩૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ શુક્રવારે હવે કાર્તિક આર્યનની ‘ચંદુ ચૅમ્પિયન’ આવી રહી છે. આથી બન્ને ફિલ્મ માટે હવે શુક્રવાર સુધીનો સમય છે.  

bollywood buzz bollywood news bollywood entertainment news rajkummar rao janhvi kapoor