17 September, 2021 07:13 PM IST | Mumbai | Rachana Joshi
સેલેબ્ઝે ‘મણિકે મગે હિથે’ પર પોસ્ટ કરેલા વીડિયોના સ્ક્રીનશૉટ
જો તમે સોશ્યલ મીડિયા પર એક્ટિવ હશો તો તમે છેલ્લા કેટલાક દિવસથી એક ગીત સતત સાંભળતા હશો. પણ જો તમે નથી સાંભળ્યું તો એ ગીત અમે તમને સંભાળીવીશું અને જણાવીશું તેની વિગતો પણ. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, રિલ્સ દરેક પ્લેટફોર્મ પર અત્યારે એક જ ગીત ધુમ મચાવી રહ્યું છે. સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ સહુનુ લેટેસ્ટ ફૅવરિટ એટલે ‘Manike Mage Hithe’ (મણિકે મગે હિથે) ગીત. અમિતાભ બચ્ચન, માધુરિ દિક્ષિત, ટીવી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠી સહિત સહુ કોઈ આ ગીત વિશે કે તેની રિલ્સ બનાવીને પોસ્ટ કરી રહ્યાં છે.
ચાર મહિના પહેલા યુટ્યુબ પર પોસ્ટ થયું ‘મણિકે મગે હિથે’
વાયરલ ગીત ‘મણિકે મગે હિથે’ ગીત ચાર મહિના પહેલા યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. પણ તે પોસ્ટ કર્યાના લગભગ અઢી-ત્રણ મહિના પછી વાયરલ થયું છે. પહેલીવાર લોકોએ સાંભળ્યું ત્યારે બધાને લાગ્યું હતું કે આ ગીત દક્ષિણ ભારતીયની કોઈ ભાષા છે. પણ ખરેખર આ ગીત દક્ષિણ ભારતીયની કોઈ ભાષામાં નહીં પણ શ્રીલંકન ભાષામાં છે. આ વાયરલ ગીત શ્રીલંકન ગાયક-રૅપર યોહાની ડિલોકા ડી સિલ્વા (Yohani Diloka De Silva)અને સથિશન રથનાયકા (Satheeshan Rathnayaka) રથનાયકાએ ગાયું છે. તેઓ રાતોરાત સ્ટાર બની ગયા છે.
ઓરિજિનલ ગીતને બદલે કવર થયું લોકપ્રિય અને વાયરલ
હજી પણ બહુ ઓછા લોકો જાણે છે કે, આ ગીત દક્ષિણ ભારતની કોઈ ભાષામાં નહીં પણ શ્રીલંકન ભાષામાં છે. ‘મણિકે મગે હિથે’ ગીત મૂળ ગત વર્ષે એટલે કે જુલાઈ ૨૦૨૦માં શ્રીલંકામાં સિંગલ તરીકે રજૂ થયું હતું. જેણે સંગીત નિર્માતા ચમથ સંગીથે બનાવ્યું છે. જેના ગીતકારરૅપર ડુલન એઆરએક્સ છે. એઆરએક્સે ગાયક સથિશન રથનાયકા સાથે મળીને આ ગીત ગાયું હતું. પણ ત્યારે તે એટલું પ્રખ્યાત કે વાયરલ થયું નહોતું. મૂળ ગીતના રિલીઝના એક વર્ષ પછી ગાયક સથિશન રથનાયકાએ શ્રીલંકન ગાયક-રૅપર યોહાની ડિલોકા ડી સિલ્વા સાથે મળીને કવર રજૂ કરવાનું નક્કી કર્યું અને ચાલુ વર્ષના મે મહિનામાં ગીત યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યું. પોસ્ટ કર્યાના થોડાક સમય બાદ જ ગીત ધીમે-ધીમે વાયરલ થવા લાગ્યું અને લોકોની જીભે ચડી ગયું.
ફક્ત સોશ્યલ મીડિયા પર જ નહીં આ ગીત પલ મ્યુઝિક, એમેઝોન મ્યુઝિક અને સ્પોટાઇફ જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પણ સુપરહિટ થયું છે તેણે યુ ટ્યુબ પર ૧૦૦ મિલિયનથી વધુ વ્યૂઝ મેળવી લીધા છે.
શું છે ગીતના બોલ?
ગીતના બોલ લોકોને સાંભળવા બહુ ગમી રહ્યાં છે. પણ શબ્દો શું છે તે કોઈને સમજાતું નથી. એટલે તમારા માટે અમે અહીં ગીતના બોલ જણાવી રહ્યાં છે...
મણિકે મગે હિથે
મુદુવે નૂરા હંગુમ યાવી અવિલેવી
નેરિયે નુમ્બે નાગે
માગે નેટ એહા મેહા યાવિ સિહિવેવી
મા હિથ લંગમ દવટેના
હુરુ પેમક પટલેના
રુવ નારી
મનહારી
સુકુમાલી
નુમ્બ થમા
હિથ લંગમ દવટેના
હુરુ પેમક પટલેના
રુવ નારી
મનહારી
સુકુમાલી નુમ્બ થમા
મણિકે મગે હિથે...
(રૅપ)
ઇથિન એપ મટનમ વાંગૂ
ગાથ હિથ નુમ્બ મગેમા હંગૂ
અલે નુમ્બટમ વાલંગૂ
મણિકે વેન્નેપ થાવા સુનાન્ગૂ
ગામે કટકારમ કેલ્લ
હિથ વેલ નુમ્બર રુવટ બિલ્લ
નાથિમ નેથ ગાથથામ અલ્લ
મંગે હિથત ના માટમ મેલ્લ
કેલ્લે કેલ્લે વેલ મગે હિથ
પટ્ટૂ વેનવડ ટવાટિકક
કિટ્ટૂ માટ પિસ્સૂ ટડા વેન વિદિયત ગસ્સુ...
ઓયા દુન્ન ઇંગિયત મટ વુ
બંબરેકી મમ થઇટૂ ઈસ્સૂ
ઓયા વયકરગેન રસ વુ
રોટેન હિથ અરગટ્ટૂ બમ્બરા
(ગીત)
મા હિથ લંગમ દવટેના
હુરુ પેમક પટલેના
રુવ નારી
મનહારી
સુકુમાલી નુમ્બ થમા...
હિથ લંગમ દવટેના
હુરુ પેમક પટલેના
રુવ નારી
મનહારી
સુકુમાલી નુમ્બ થમા...
મણિકે મગે હિથે
મુદુવે નૂરા હંગુમ યાવી અવિલેવી...
નેરિયે નુમ્બે નાગે
માગે નેટ એહા મેહા યાવિ સિહિવેવી...
મા હિથ લંગમ દવટેના
હુરુ પેમક પટલેના
રુવ નારી
મનહારી
સુકુમાલી નુમ્બ થમા...
હિથ લંગમ દવટેના
હુરુ પેમક પટલેના
રુવ નારી
મનહારી
સુકુમાલી નુમ્બ થમા...
શું છે ગીતનો અર્થ?
મારા દિલમાં બેબી
દરેક ભાવુક વિચાર તારા વિશે છે,
જેમ કે બળતી અગ્નિ,
તારા શરીરનો આકાર,
મને મારી આંખો બંધ નહીં કરવા દે, હું લૂપ્ત છું.
તુ મારા દિલના નજીક છે,
જાણે કે હું હંમેશાથી તને ઓળખું છું,
તું એક દેવી જેવી દેખાય છે,
મારું મન પ્રફુલ્લિત છે,
તું સૌથી વધુ પ્રિય છે,
તુ મારા દિલના નજીક છે,
જાણે કે હું હંમેશાથી તને ઓળખું છું,
તું એક દેવી જેવી દેખાય છે,
મારું મન પ્રફુલ્લિત છે,
તું સૌથી વધુ પ્રિય છે,
મારા દિલમાં બેબી...
(રૅપ)
આવો આને જટિલ ન બનાવો,
તે મારા દિલને પામ્યું છે જેને હું સંતાડીને રાખતો હતો,
મારો પ્રેમ ફક્ત તારા માટે માન્ય છે, ચલ પોતરાની જાતને સંભાળ નહીં...
તુ આખા ગામની પ્રિય છે,
મારું દિલ તારો શિકાર થયું છે,
જ્યારે આપણી નજરો મળી,
હું પોતાને રોકી ન શક્યો,
છોકરી એ છોકરી...મારા દિલમાં આગ લાગી છે,
થોડી નજીક આવ,
તારી અદાઓએ મને દિવાનો બનાવ્યો છે,
તુ બોલાવતો હતો,
હું મધની શોધમાં મધમાખી છું,
હું એ જ છું જેની સાથે તારે હોવું જોઈએ...
(ગીત)
તુ મારા દિલના નજીક છે,
જાણે કે હું હંમેશાથી તને ઓળખું છું,
તું એક દેવી જેવી દેખાય છે,
મારું મન પ્રફુલ્લિત છે,
તું સૌથી વધુ પ્રિય છે,
તુ મારા દિલના નજીક છે,
જાણે કે હું હંમેશાથી તને ઓળખું છું,
તું એક દેવી જેવી દેખાય છે,
મારું મન પ્રફુલ્લિત છે,
તું સૌથી વધુ પ્રિય છે
દરેક ભાવુક વિચાર તારા વિશે છે,
જેમ કે બળતી અગ્નિ,
તારા શરીરનો આકાર,
મને મારી આંખો બંધ નહીં કરવા દે, હું લૂપ્ત છું.
તુ મારા દિલના નજીક છે,
જાણે કે હું હંમેશાથી તને ઓળખું છું,
તું એક દેવી જેવી દેખાય છે,
મારું મન પ્રફુલ્લિત છે,
તું સૌથી વધુ પ્રિય છે,
તુ મારા દિલના નજીક છે,
જાણે કે હું હંમેશાથી તને ઓળખું છું,
તું એક દેવી જેવી દેખાય છે,
મારું મન પ્રફુલ્લિત છે,
તું સૌથી વધુ પ્રિય છે,
મારા દિલમાં બેબી...
ગીત ગાનાર યોહાની ડિલોકા ડી સિલ્વા કોણ છે?
શ્રીલંકાના કોલંબોમાં ભણેલી યોહાની ડિલોકા ડી સિલ્વા ગાયકની સાથે-સાથે ગીતકાર, રૅપર અને મ્યુઝિક પ્રોડ્યુસર પણ છે. તેણે યુટ્યુબર તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી. તેણે પોતાની ચેનલ પર અનેક ગીતોના કવર રિલીઝ કર્યા છે.
અનેક ભાષામાં બન્યા છે કવર
મણિકે મગે હિથે એટલું બધુ પૉપ્યુલર થયું છે કે લગભગ દરેક ભાષામાં તેના કવર બન્યા છે. હિન્દી, તામિળ, બંગાળી તેલૂગૂ અનેક ભાષામાં આ ગીતના કવર છે.
‘મણિકે મગે હિથે’ સેલેબ્ઝમાં છે પૉપ્યુલર:
ગીત એટલું વાયરલ થયું છે કે જ્યાં જુઓ ત્યાં આ જ ગીત સાંભળવા મળે છે.