સાઉથના સુપરસ્ટાર રજનીકાંત બન્યા ભારતના સૌથી મોંઘા એક્ટર, ફી જાણીને ચક થઈ જશો

01 September, 2023 07:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દર વખતની જેમ આ વખતે પણ રજનીકાંત (South Superstar Rajinikanth)ની ફિલ્મને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ છે. `જેલર`એ આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે

ફાઇલ તસવીર

દર વખતની જેમ આ વખતે પણ રજનીકાંત (South Superstar Rajinikanth)ની ફિલ્મને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ છે. `જેલર`એ આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. 10 ઑગસ્ટે રિલીઝ થયેલી જેલરની શાનદાર કમાણી હજુ પણ બોક્સ ઑફિસ પર અકબંધ છે. રજનીકાંતની ફિલ્મે તમામ રેકૉર્ડ તોડી નાખ્યા અને વિશ્વભરમાં લગભગ 600 કરોડની કમાણી કરી છે. આ દરમિયાન ફિલ્મના હીરો રજનીકાંતની ફીને લઈને એક મોટો ખુલાસો થયો છે, જે જાણીને તમે પણ ચોંકી જશો.

રજનીકાંત ભારતના સૌથી મોંઘા અભિનેતા બન્યા

હા, આ જાણકારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટ્રેકર મનોબાલા વિજયને પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આપી છે. પોતાના ટ્વીટમાં રજનીકાંત (South Superstar Rajinikanth)ની તસવીર શેર કરતાં તેમણે લખ્યું કે, “જાણવા મળ્યું છે કે કલાનિધિ મારન દ્વારા રજનીકાંતને આપવામાં આવેલ ચેક 100 કરોડ રૂપિયાનો છે. આ ચેક જેલરના નફાની વહેંચણી માટે છે. આ સિવાય રજનીકાંતને ફિલ્મની ફી 110 કરોડ રૂપિયા મળી ચૂકી છે. એકંદરે, સુપરસ્ટારને જેલર માટે 210 કરોડ રૂપિયા મળ્યા છે.” આ રીતે રજનીકાંતનું નામ હવે દેશના સૌથી મોંઘા અભિનેતાઓમાં સામેલ થઈ ગયું છે. જોકે, હજુ સુધી આ આધાર પર કોઈ પુષ્ટિ થઈ નથી.

ગુરુવારે રજનીકાંતની જેલરે બૉક્સ ઑફિસ પર રૂા. 625 કરોડનો માઇલસ્ટોન આંક પાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર રજનીકાંતની તસવીર શેર કરતાં મનોબાલા વિજયબાલને લખ્યું હતું કે, “જેલર વર્લ્ડવાઈડ બૉક્સ ઑફિસ પર માત્ર 22 દિવસમાં ₹625 કરોડનો માઈલસ્ટોન આંક વટાવી ગઈ છે. હવે, ₹650 કરોડના ક્લબ તરફ દોડ શરૂ થાય છે. અઠવાડિયું 1 - ₹450.80 કરોડ, અઠવાડિયું 2 - ₹124.18 કરોડ, અઠવાડિયું 3 - ₹47.05 કરોડ, અઠવાડિયું 4 દિવસ 1 - ₹3.92 કરોડ. કુલ - ₹625.95 કરોડ.”

ફિલ્મની કમાણી

નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત જેલર એક્સ-ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. બહુ ધામધૂમ વિના રિલીઝ થયેલી `જેલર`એ અક્ષય કુમારની `ઓહ માય ગોડ 2` અને સની દેઓલની `ગદર 2`ને પણ માત આપી છે. હા, આ બંને ફિલ્મોના એક દિવસ પહેલા રિલીઝ થયેલી જેલરે ભારતમાં અત્યાર સુધીમાં 328.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તે જ સમયે, આ ફિલ્મે વિશ્વભરમાં 572.8નો બિઝનેસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રજનીકાંત સિવાય તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, વસંત રવિ અને વિનાયકન મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે મોહનલાલ, જેકી શ્રોફ અને શિવ રાજકુમાર જેલરમાં કેમિયો રોલમાં છે.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પગે લાગીને આશીર્વાદ લીધા રજનીકાન્તે

રજનીકાન્ત ઉત્તર પ્રદેશ ગયા હતા અને તેમણે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની મુલાકાત લીધી હતી. રજનીકાન્તે યોગીને પગે પડીને આશીર્વાદ લીધા હતા. અગાઉ તેમણે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને ઝારખંડના ગવર્નર સી. પી. રાધાક્રિષ્નન સાથે મુલાકાત કરી હતી. ગઈ કાલે તેઓ અયોધ્યાના રામમંદિર પણ ગયા હતા. રજનીકાન્તની ‘જેલર’ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ ૧૦ ઑગસ્ટે રિલીઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશન માટે તેઓ ઉત્તર પ્રદેશ ગયા છે અને ત્યાં સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. રજનીકાન્ત સાથેની મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કૅપ્શન આપી હતી, “પ્રખ્યાત ફિલ્મઅભિનેતા રજનીકાન્તજી સાથે લખનઉ સ્થિત સરકારી નિવાસસ્થાને શિષ્ટાચાર મુલાકાત યોજાઈ હતી.”

rajinikanth bollywood bollywood news entertainment news