હિન્દી ફિલ્મો કરતાં સાઉથની ફિલ્મો ખૂબ સારી રીતે બનાવવામાં આવે છે : નસીરુદ્દીન શાહ

27 February, 2023 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નસીરુદ્દીન શાહે જણાવ્યું છે કે હિન્દી ફિલ્મો કરતાં સાઉથની ફિલ્મો ખૂબ સારી રીતે બનાવવામાં આવે છે. હાલમાં બૉલીવુડની કેટલીક ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પટકાઈ રહી છે.

નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહે જણાવ્યું છે કે હિન્દી ફિલ્મો કરતાં સાઉથની ફિલ્મો ખૂબ સારી રીતે બનાવવામાં આવે છે. હાલમાં બૉલીવુડની કેટલીક ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પટકાઈ રહી છે. જોકે શાહરુખ ખાનની ‘પઠાન’ હજી પણ ધમાકેદાર કલેક્શન કરી રહી છે. હિન્દી ફિલ્મોને લઈને નસીરુદ્દીન શાહે કહ્યું કે ‘તામિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ ફિલ્મો વધુ કાલ્પનિક હોય છે. એ ઓરિજિનલ હોય છે. તેમની પસંદ તમને વિચિત્ર લાગશે, પરંતુ મહત્ત્વપૂર્ણ હોય છે જે લોકોનું ધ્યાન ખેંચે છે. ઘણા સમયથી મારા ધ્યાનમાં એ વાત આવી છે. તેમનાં ગીતોનું પિક્ચરાઇઝેશન પણ અદ્ભુત હોય છે. પછી ભલે જિતેન્દ્ર અને શ્રીદેવીના ગીતમાં સેંકડો મટકાં હરોળમાં 
મૂકેલાં હોય, પરંતુ એ આઇડિયા ઓરિજિનલ છે. મને લાગે છે કે સાઉથ ઇન્ડિયન ફિલ્મો ખૂબ મહેનત કરે છે. હિન્દી સિનેમા કરતાં આ ફિલ્મો વધુ સારી ચાલે છે એ હજી પણ એક રહસ્ય છે.’ 

bollywood news entertainment news naseeruddin shah