20 September, 2021 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિજય થાલાપથી
સાઉથ અભિનેતા થાલાપથી વિજયે પોતાના પિતા એસએ ચંદ્રશેખર અને મા શોભા સહિત 11 લોકો પર સિવિલ કેસ નોંધાવ્યો છે. વિજયે અરજીમાં કહ્યું કે કોઇપણ ભીડ એકઠી કરવા અને કોઈપણ પ્રકારની મીટિંગ કરવા માટે મારા નામનો ઉપયોગ ન કરી શકાય. 27 સપ્ટેમ્બરના આ મામલે સુનાવણી થશે.
વિજયે સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું કે તેમણે એવી કોઈપણ પાર્ટી શરૂ કરવા માટે સહેમતિ આપી નથી અને 11 જણ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેથી તેમને બેઠક આયોજિત કરવા કે ભીડ એકઠી કરવા માટે પોતાના નામ (વિજયના નામ)નો ઉપયોગ કરતા અટકાવી શકાય.
જાણો શું છે આખી ઘટના?
થોડાક મહિના પહેલા સમાચાર હતા કે વિજયની વેલફૅર ઑર્ગેનાઇઝેશન `વિજય મક્કલ ઇયક્કમ`ને પૉલિટિકલ પાર્ટી તરીકે રજિસ્ટર કરાવવામાં આવી રહી છે. આ પાર્ટીનું નામ હશે All India Vijay Makkal Iyakkam. ત્યાર બાદ વિજયના રાજકારણમાં આવવાને લઈને ચર્ચાઓ થવા લાગી. જો કે, વિજયે આ ચર્ચાઓને ફગાવી દીધી હતી.
ઇન્ડિયા ટુડે સાથે વાતચીતમાં વિજયના પિતા એસ એ ચંદ્રશેખરે કહ્યું હતું કે, `1993માં મેં વિજય માટે એક ફેન ક્લબ ચલાવ્યું અને 5 વર્ષ પછી આ વેલફેર એસોસિએશન બની ગયું. ગ્રુપમાં કેટલાય યુવાનો બતા અને અમે તેમને જવાબદાર વ્યક્તિ બનાવવા માગતા હતા. થોડાક વર્ષ પછી મેં આને વેલફેર ફોરમ બનાવી દીધું. લોકોની મદદદ માટે એવું કરવામાં આવ્યું. છેલ્લા 25 વર્ષથી લોકો કોઈપણ આશા વગર કરી રહ્યા છે. હવે, મેં લોકોને વધુ સારા કામ કરવા પ્રેરિત કરવા માટે આને ચૂંટણી આયોગ સાથે રજિસ્ટર કરાવી લીધું છે.`
વિજયના પિતાએ જાહેર કર્યું હતું કે તેમના રિલેટિવ પદ્મનાભન પાર્ટીના પ્રેસિડેન્ટ અને શોભા Treasurer છે. તો વિજયના પિતા પાર્ટીના જનરલ સેક્રેટરી છે.
વિજયનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી
તો વિજયની પીઆર તરફથી જાહેર નિવેદનમાં લખ્યું હતું કે, "એક્ટર વિજયનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. પાર્ટી તેમના પિતા એસએ ચંદ્રશેખર દ્વારા રજિસ્ટર કરાવવામાં આવી હતી. ચાહકોને એ સમજવું જોઈએ કે તેમને પાર્ટી સાથે જોડાવાની કે કામ કરવાની જરૂર નથી. સાથે જ નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ કૉન્ટ્રોવર્સી ક્રિએટ કરવા માટે તેમના નામ, તસવીર તે પછી All India Thalapathi Vijay Makkal Iyakkamનો ઉપયોગ ન કરવો જોઈએ. જે લોકો આમાં સામેલ છે, તેમને કાયદાકીય પરિણામ ભોગવવા પડશે."
જણાવવાનું કે આ પહેલા વિજયે પોતાની લગ્ઝરી કારના ટેક્સને લઈને ચક્ચામાં આવ્યા હતા. વિજય પર આરોપ હતો કે લંડનથી મગાવવામાં આવેલી કાર માટે તેમણે ટેક્સ ભર્યો નથી. વિજયે 2013માં રૉલ્સ રૉયસ ઘોસ્ટ કાર મગાવી હતી. મદ્રાસ હાઇ કૉર્ટે તેમના પર 1 લાખનો દંડ ફટકાર્યો હતો.
આ ફિલ્મોમાં વિજયે કર્યું કામ
થાલાપથી વિજય સાઉથ ઇન્ડસ્ટ્રીનું પૉપ્યુલર નામ છે. પોતાની એક્ટિંગ અને ફિલ્મોને કારણે વિજય ઘણીવાર લાઇમલાઇટમાં રહે છે. તે માસ્ટર, સરકાર, થેરી, મેર્સલ, થુપ્પક્કી, બીજીલ, વેલાયુધામ, પુલી, થીરુમલાઈ જેવી ફિલ્મો કરી ચૂક્યો છે.