30 March, 2024 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સુદ
સોનુ સૂદે ક્રિકેટર્સને સપોર્ટ કરતાં લોકોને સલાહ આપી છે કે તેમને માન આપવામાં આવે. સોનુનું કહેવું છે કે ક્રિકેટર્સે આપણા દેશનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં હાર્દિક પંડ્યાની થતી ટીકાને લઈને સોનુ સૂદે તેનો પક્ષ લીધો છે. મુંબઈ ઇન્ડિયન્સ માટે કૅપ્ટન્સી સંભાળ્યા બાદથી હાર્દિક પંડ્યા ટ્રોલ થઈ રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમ્યાન સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સને હાર્દિકની કૅપ્ટન્સી હેઠળ હારનો સામનો કરવો પડ્યો હતો એવામાં ક્રિકેટરનું નામ લીધા વિના ઇન્સ્ટાસ્ટોરી પર સોનુ સૂદે લખ્યું છે કે ‘આપણે આપણા ખેલાડીઓને સન્માન આપવું જોઈએ. આપણને ગર્વ થાય એવું કામ ખેલાડીઓએ કર્યું છે. ખેલાડીઓએ આપણા દેશને ગૌરાન્વિત કર્યો છે. એક દિવસ તમે તેમને ચિયર કરો છો અને બીજા જ દિવસે તેમની ટીકા કરો છો. આપણા ક્રિકેટર્સ નહીં, પરંતુ આપણે નિષ્ફળ થયા છીએ. મને ક્રિકેટ ગમે છે. આપણા દેશને રિપ્રેઝન્ટ કરતા દરેક ક્રિકેટરને હું પ્રેમ કરું છું. તેઓ કઈ ફ્રૅન્ચાઇઝી માટે રમે છે એનાથી કોઈ ફરક નથી પડતો. તે એક કૅપ્ટન તરીકે રમે છે કે પછી ટીમમાં ૧૫મો ખેલાડી હોય, તેઓ આપણા હીરો છે.’