03 July, 2024 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ
બૉડી બનાવવા માટે નૉન-વેજ ખાવું જરૂરી નથી એ સોનુ સૂદે સાબિત કરી દેખાડ્યું છે. સોનુ સૂદ લોકોને મદદ કરવાની સાથે તેના ફિઝિક્સ માટે પણ જાણીતો છે. ફિટનેસ વિશે સોનુ કહે છે, ‘લોકોને ગેરસમજ છે કે બૉડી બનાવવા માટે નૉન-વેજ ખાવું જરૂરી છે. જોકે હું શીખ્યો છું કે સૌથી મહત્ત્વનું ડાયટ-પ્લાનને ફૉલો કરવાનું છે. જન્ક ફૂડથી દૂર રહેવું જોઈએ તેમ જ ક્યારે શું ખાવું અને કેટલું ખાવું એ પણ મહત્ત્વનું છે. હું ટીવી જોતો હોઉં ત્યારે પણ ક્રન્ચીસ, પુશ-અપ્સ અને સિટ-અપ્સ કરતો હોઉં છું. આવી સામાન્ય વાતોથી મારી બૉડી એકદમ ફિટ અને હેલ્ધી રહે છે.’