20 July, 2024 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનુ સૂદ અને કંગના રનૌત (ફાઇલ તસવીર)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં એક ખાદ્ય વિક્રેતા કથિત રીતે થૂંકીને રોટલી બનાવી હોવાનું બતાવવામાં આવ્યું હતું અને આ રોટલીને સોનુ સૂદને (Sonu Sood vs Kangana Ranaut) પાર્સલ કરવા કહ્યું હતું. આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા, સૂદે લખ્યું હતું, "અમારા શ્રી રામજીએ શબરીના એઠા બોર ખાધા હતા, તો હું તેને કેમ ન ખાઈ શકું? અહિંસા દ્વારા હિંસાને હરાવી શકાય છે, મારા ભાઈ માનવતા અકબંધ રહેવી જોઈએ જય શ્રી રામ”.
બૉલિવૂડ અભિનેતા સોનુ સૂદે ઉત્તર પ્રદેશ સરકારના કાવડ યાત્રાના રૂટ પરના તમામ ભોજનાલયો અને દુકાનો પર તેમના માલિકોના નામવાળા પાટીયા ફરિયાજીયાત લગાવવાનો આદેશ પર પ્રતિક્રિયા આપી હતી. સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે, “દરેક દુકાન પર એક જ નેમ પ્લેટ હોવી જોઈએ: ‘માનવતા’. તેમ જ અભિનેતા સોનુ સૂદે શનિવારે રામાયણમાં ભગવાન (Sonu Sood vs Kangana Ranaut) રામ દ્વારા શબરીના એઠા ફળ ખાવાની ઘટના પણ લખી હતી. આ ઘટનાથી અનેક લોકોએ સોનુ સૂદ જે વિશેષ સમુદાયના લોકો દ્વારા થૂંકવામાં આવતું હોય તે વીડિયોને લઈને કીધી હશે એવું સ્મજ્યું હતું. જેથી આ મામલે અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતે આ કૃત્યને ન્યાયી ઠેરવવા બદલ સોનુ સૂદની ટીકા કરી હતી.
કંગનાની ટીકા બાદ સોનુ સૂદે ટ્વીટ કરી લખ્યું કે “ખાવા સાથે કથિત રીતે તેમાં થૂંકનાર રસોઈયાની સમાનતાનો ઇનકાર કરીને આવા કૃત્યમાં સામેલ લોકોને કડક સજા મળે તેવી માગણી પણ કરી હતી. સોનુ સૂદે લખ્યું “મેં ક્યારેય ખોરાકમાં થૂંકનારાઓને ન્યાયી ઠેરવ્યા નથી. આ તેમનું પાત્ર છે જે (Sonu Sood vs Kangana Ranaut) ક્યારેય બદલાશે નહીં. આ માટે તેમને આકરી સજા થવી જોઈએ, પણ માનવતાને માનવતા જ રહેવા દો દોસ્ત. જેટલો સમય આપણે એકબીજાને સમજાવવામાં ખર્ચીએ છીએ, તેટલો સમય આપણે જરૂરિયાતમંદ લોકો પાછળ ખર્ચવો જોઈએ! બાય ધ વે, હું તમને બધાને જણાવી દઉં કે હું યુપી સરકારના કામનો સૌથી મોટો પ્રશંસક છું. યુપી, બિહારમાં દરેક ઘર મારો પરિવાર છે. યાદ રાખો, ગમે તે રાજ્ય, શહેર, ધર્મ હોય, જો તમને કંઈપણની જરૂર હોય, તો મને જણાવો. નંબર એક જ છે.”
તે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ એવો દાવો કર્યો કે સોનુ સૂદ રસોઈ કરતી વખતે થૂંકતા વિક્રેતાને "વાજબી" ઠેરવે છે, ત્યારે કંગના રનૌતે (Sonu Sood vs Kangana Ranaut) પોસ્ટને ટ્વીટ-ટ્વીટ કર્યું અને લખ્યું, "આગળ તમે જાણો છો કે સોનુજી ભગવાન અને ધર્મ વિશેના પોતાના અંગત તારણો પર આધારિત પોતાની રામાયણનું નિર્દેશન કરશે. વાહ ક્યા બાત હૈ બૉલિવૂડ સે એક ઔર રામાયણ”.